For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસને ફરીથી જીવિત કરવા માટે રાહુલ ગાંધી સૌથી સક્ષમ વ્યક્તિઃ મૂડ ઑફ ધ નેશન

એક સર્વે સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનવા માટે કયા નેતા સૌથી યોગ્ય છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસમાં હાલમાં જ એક વાર ફરીથી રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ વધી ગઈ છે. મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે ખુલ્લી રીતે કહ્યુ હતુ કે રાહુલ ગાંધીને હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની કમાન સંભાળવી જોઈએ. દિગ્વિજયે એ પણ કહ્યુ કે રાહુલ ગાંંધી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીને પડકારી શકે છે. જો કે રાહુલ ગાંધીને ફરીથી પાર્ટીના અધ્યક્ષ બનાવવા વિશે હજુ કોઈ પણ સંકેત આપ્યા નથી. આ દરમિયાન એક સર્વે સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનવા માટે કયા નેતા સૌથી યોગ્ય છે.

23 ટકા લોકોએ રાહુલને પસંદ કર્યા

23 ટકા લોકોએ રાહુલને પસંદ કર્યા

ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટુડેના 'મૂ઼ડ ઑફ ધ નેશન' સર્વે મુજબ કોંગ્રેસ પાર્ટીનુ નેતૃત્વ કરવા માટે રાહુલ ગાંધી હજુ પણ સૌથી સક્ષમ વ્યક્તિ છે. 12021 લોકો પર કરાયેલા સર્વેમાં 23 ટકા લોકોએ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીને પોતાની પસંદ ગણાવ્યા. આ લોકોનુ માનવુ છે કે રાહુલ ગાંધી જ કોંગ્રેસ પાર્ટીને ફરીથી ઉભી કરી શકે છે.

બીજી પસંદ માટે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ

બીજી પસંદ માટે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ

આ સાથે જ સર્વેમાં વધુ એક રસપ્રદ વાત સામે આવી છે. વાસ્તવમાં જ્યાં કોંગ્રેસનુ નેતૃત્વ કરવા માટે રાહુલ ગાંધી પહેલી પસંદ છે ત્યાં બીજી પસંદ તરીકે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ છે. સર્વેમાં મનમોહન સિંહે લોકોને પ્રિયંકા ગાંધી અને સોનિયાથી બહેતર વિકલ્પ તરીકે પસંદ કર્યા. સર્વે મુજબ 18 ટકા લોકનુ માનવુ છે કે હવે મનમોહન સિંહે કોંગ્રેસનુ નેતૃત્વ કરવુ જોઈએ. આ પહેલા જાન્યુઆરી 2020માં કરવામાં આવેલ સર્વમાં મનમોહન સિંહને 13 ટકા લોકોએ પસંદ કર્યા હતા.

પ્રિયંકા ગાંધીને મળ્યા આટલા મત

પ્રિયંકા ગાંધીને મળ્યા આટલા મત

આ સર્વેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીના પક્ષમાં 14-14 ટકા લોકોએ પોતાનુ મંતવ્ય ધરાવ્યુ. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાર બાદ ઓગસ્ટ 2019માં રાહુલ ગાંધીએ પોતાના પદેથી રાજીનામુ આપ્યુ હતુ. જો કે રાહુલ ગાંધીના પદેથી હટાવ્યા બાદથી તેમણે ફરીથી અધ્યક્ષ બનાવવાની માંગ વચમાં ઉઠતી રહે છે.

ગુજરાતમાં કોરોના સંક્રમિત 71 હજારને પાર, 54,138 લોકો થયા રિકવરગુજરાતમાં કોરોના સંક્રમિત 71 હજારને પાર, 54,138 લોકો થયા રિકવર

English summary
Rahul Gandhi Most Capable Person To Revive Congress: Mood Of The Nation Survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X