For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મજૂરો સાથે થઈ રહેલા વ્યવહાર પર સરકારને શરમ આવવી જોઈએઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરોના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શુક્રવારે સવારે એક દર્દનાક દૂર્ઘટના બની જ્યાં મધ્ય પ્રદેશ સ્થિત પોતાના ઘરે જઈ રહેલ પ્રવાસી મજૂરોને માલગાડીએ કચડી નાખ્યા. આ દૂર્ઘટનામાં 16 લોકોના મોત થઈ ગયા જ્યારે 5 ગંભીર રીતે ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. રેલવેના જણાવ્યા મુજબ દૂર્ઘટના સવારે 5.15 વાગે ઔરંગાબાદના જાલના રેલવે લાઈન પાસે થઈ, અહીં શ્રમિકો પાટા પર આરામ કરી રહ્યા હતા. મૃતકોમાં ઘણા બાળકો પણ શામેલ છે. વળી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરોના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે માલગાડીથી કચડાઈ જવાના કારણે મજૂર ભાઈ-બહેનોના માર્યા જવાના સમાચારથી સ્તબ્ધ છુ. આપણને આપણા રાષ્ટ્રનિર્માણકર્તાઓ સાથે કરવામાં આવી રહેલ વ્યવહાર પર શરમ આવવી જોઈએ. તેમણે આગળ લખ્યુ કે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ અને ઘાયલોના શીઘ્ર સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છુ.

મધ્ય પ્રદેશના મુખ્યમત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઔરંગાબાદથી રેલ દૂર્ઘટનામાં માર્યા ગયેલા મધ્ય પ્રદેશના પ્રવાસી મજૂરોના આશ્રિતોને પાંચ-પાંચ લાખ રૂપિયાનુ વળતર આપવાનુ એલાન કર્યુ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે ઔરંગાબાદથી પોતાના ઘરે પાછા આવી રહેલા ઘણા શ્રમિક ભા્ઈઓના ટ્રેનમાં આકસ્મિક નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ઈશ્વર પાસે દિવંગત આત્માઓની શાંતિ અને પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તથા ઘાયલોને શીઘ્ર સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છુ. વિનમ્ર શ્રદ્ધાંજલિ.

આ પણ વાંચોઃ વંદે ભારત મિશનઃ 9 દિવસમાં 14 હજાર ભારતીયોને એરલિફ્ટ કરશે એર ઈન્ડિયા, જુઓ શિડ્યુલઆ પણ વાંચોઃ વંદે ભારત મિશનઃ 9 દિવસમાં 14 હજાર ભારતીયોને એરલિફ્ટ કરશે એર ઈન્ડિયા, જુઓ શિડ્યુલ

English summary
Rahul Gandhi on aurangabad accident-Government should be ashamed of the treatment being done with workers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X