પીએમ મોદીએ બેન્કિંગ સિસ્ટમ બરબાદ કરી નાખી: રાહુલ ગાંધી

Posted By:
Subscribe to Oneindia News

દેશના ઘણા રાજ્યોમાં કેશની અછત બાબતે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા છે. રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીએ દેશની બેન્કિંગ સિસ્ટમને પોતાની ખોટી નીતિઓને કારણે બરબાદ કરી નાખી છે, જેનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોદીજી દેશના ગરીબ, મજુર, ખેડૂત માટે ખરાબ દિવસો અને નીરવ મોદી, મેહુલ ચોક્સી માટે અચ્છે દિન લઈને આવ્યા છે.

પીએમ અમારી સામે સંસદમાં ઉભા નહીં રહી શકે

પીએમ અમારી સામે સંસદમાં ઉભા નહીં રહી શકે

રાહુલ ગાંધીએ કહ્યું કે નીરવ મોદી 30 હજાર કરોડ લઈને ઉડી ગયો. પરંતુ મોદીજી કઈ પણ કરી શક્યા નહીં. તેમને ખાલી સામાન્ય લોકોના ખિસ્સામાંથી પૈસા કાઢીને આમને આપવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નીરવ મોદીને તેઓ નીરવ અને મેહુલ ચોકીને તેઓ મેહુલ ભાઈ કહીને બોલાવે છે. પરંતુ જણાવતા નથી કે આટલા પૈસા લઈને તેઓ કઈ રીતે ભાગી ગયા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે પીએમ સંસદમાં ઉભા થવાથી પણ ગભરાય છે. અમને ખાલી 15 મિનિટનો સમય મળે તો સંસદમાં પીએમ ઉભા પણ નહીં થઇ શકે, પછી તે રાફેલ ડીલ મામલો હોય કે નીરવ, મોદી પ્રધાનમંત્રી ઉભા નહીં થઇ શકે.

અરુણ જેટલીએ જણાવ્યું કે જલ્દી સંકટ પૂરું થશે

અરુણ જેટલીએ જણાવ્યું કે જલ્દી સંકટ પૂરું થશે

દેશના ઘણા રાજ્યોમાં કેશની અછત પર અરુણ જેટલીએ જણાવ્યું કે દેશમાં પૈસાની સમીક્ષા કરવામાં આવી છે. દેશમાં પર્યાપ્ત માત્રામાં કેશ છે. બેંકોમાં પણ કેશ ઉપલબ્ધ છે. તેમને જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં અચાનક અને અસામાન્ય વૃદ્ધિને કારણે અસ્થાયી અછત સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે. બીજી તરફ આરબીઆઇ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશમાં પૈસાની ખોટ નથી. એટીએમમાં રોકડ નાખવા માટે બેંકોમાં કેશ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કેટલાક રાજ્યોમાં એટીએમ માં કેશની ખોટ છે જેને જલ્દી ઉકેલવામાં આવશે.

ઘણા રાજ્યોમાં કેશનું સંકટ

ઘણા રાજ્યોમાં કેશનું સંકટ

આપને જણાવી દઈએ કે દેશના ઘણા રાજ્યોમાં રોકડ રકમ અંગે સંકટ છે. મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ગુજરાત, અને ઝારખંડ જેવા ઘણા રાજ્યોમાં કેશ નથી મળી રહી. અહીં એટીએમ ખાલી પડ્યા છે તો બેંકો ઘ્વારા પણ હાથ ઉંચા કરી લેવામાં આવ્યા છે. આરબીઆઇ અને નાણાં મંત્રાલય ઘ્વારા જલ્દી આ સંકટ ખતમ કરવાની વાત કહી છે.

English summary
Rahul Gandhi on Cash crunch narendra Modi destroyed banking system

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.