For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહેમદ પટેલના નિધન પર રાહુલ-પ્રિયંકાએ વ્યક્ત કર્યો ઉંડો શોક, કહ્યુ - 'કોંગ્રેસ પાર્ટીના હતા સ્તંભ'

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અહેમદ પટેલના નિધન પર ઉંડુ દુઃખ વ્યક્ત કરીને કહ્યુ કે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારની ખૂબ જ નજીક ગણાતા નેતા અહેમદ પટેલનુ આજે સવારે નિધન થઈ ગયુ છે. 71 વર્ષના અહેમદ પટેલ કોરોનાથી સંક્રમિત હતા અને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ભરતી હતા. તેમના દીકરા ફેઝલે ટ્વિટ કરીને તેમના નિધનની માહિતી આપી. અહેમદ પટેલના નિધનથી આખી કોંગ્રેસ પાર્ટીમાં શોકની લહેર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અહેમદ પટેલના નિધન પર ઉંડુ દુઃખ વ્યક્ત કરીને કહ્યુ કે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે.

ahmad patel

'કોંગ્રેસ પાર્ટીના સ્તંભ હતા અહેમદ પટેલ, આજે ખૂબ જ દુઃખદ દિવસ'

તેમણે ટ્વિટ કર્યુ છે કે, 'આ એક દુઃખદ દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના એક સ્તંભ હતા, તે પોતાના સૌથી મુશ્કેલ સમયમાં પાર્ટી સાથે ઉભા રહ્યા, તે એક જબરદસ્ત સંપત્તિ હતા, અમે તેમને હંમેશા યાદ કરીશુ, ફેઝલ, મુમતાઝ અને પરિવારને મારો પ્રેમ અને સંવેદના.

rahul gandhi

'તેમનુ નિધન એક વિશાળ શૂન્ય છોડી જાય છે

વળી, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વિટ કર્યુ છે. તેમણે લખ્યુ કે, 'અહેમદજી માત્ર એક બુદ્ધિમાન અને અનુભવી સહકર્મી હતા એટલુ જ નહિ પરંતુ મે સતત તેમની સલાહ લીધી, તે એક દોસ્ત હતા જે અમારી બધાની સાથે ઉભા રહ્યા, દ્રઢ, નિષ્ઠાવાન અને અંત સુધી ભરોસાપાત્ર રહ્યા. તેમનુ નિધન એક વિશાળ શૂન્ય છોડી જાય છે. તેમના આત્માને શાંતિ મળે.'

priyanka gandhi

'એક અભિન્ન મિત્ર વિશ્વસનીય સાથી જતો રહ્યો'

વળી, કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે અહેમદ પટેલના નિધન પર કહ્યુ કે આજે મે મારો મિત્ર ગુમાવી દીધો. તેમણે પણ ટ્વિટ કર્યુ છે કે, 'અહેમદ પટેલ નથી રહ્યા, એક અભિન્ન મિત્ર, વિશ્વસનીય સાથી જતો રહ્યો, અમે બંને સન 1977થી સાથે રહ્યા, તે લોકસભામાં પહોંચ્યા, હું વિધાનસભામાં, અમે બધા કોંગ્રેસીઓ માટે તે દરેક રાજકીય રોગની દવા હતા. મૃદુભાષી, વ્યવહાર કુશળ અને સદૈવ હસતા રહેવુ તેમની ઓળખ હતી. તેમણે આગળ લખ્યુ કે અહેમદભાઈ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા અને ક્યાંય પણ રહે, નમાઝ પઢવાનુ ક્યારેય ચૂકતા નહોતા. આજે દેવ ઉઠી એકાદશી પણ છે જેનુ સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. અલ્લાહ તેમને જન્નતઉલ ફિરદૌસમાં આલા મકામ અતા ફરમાવે. આમીન.

આજે મે એક દોસ્ત અને વફાદાર સહયોગી ગુમાવી દીધાઃ સોનિયા ગાંધીઆજે મે એક દોસ્ત અને વફાદાર સહયોગી ગુમાવી દીધાઃ સોનિયા ગાંધી

English summary
Rahul Gandhi-Priyanka gandhi expresses condolences over Ahmed Patel death, says-He was a tremendous asset.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X