For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો કહ્યુ,‘બજેટમાં અવગણ્યા'

કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે લોકસભામાં ખેડૂતોની સમસ્યા વિશે સવાલ પૂછ્યા.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે લોકસભામાં ખેડૂતોની સમસ્યા વિશે સવાલ પૂછ્યા. તેમણે દેશમાં ખેડૂતોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યુ કે દેશભરમાં ખેડૂતો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે દેશભરના ખેડૂત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે બજેટમાં મોદી સરકારે ખેડૂતો માટે કોઈ ઠોસ પગલા નથી ઉઠાવ્યા. બજેટમાં ખેડૂતોને રાહત આપવા માટે કોઈ ઠોસ પગલા નથી ઉઠાવ્યા. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં બજેટ પર ચર્ચા ચાલી રહી છે.

rahul gandhi

ખેડૂતોને બજેટમાં અવગણ્યા

રાહુલ ગાંધીએ લોકસભામાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવીને કહ્યુ કે કાલે કેરળના વાયનાડમાં એક ખેડૂતો દેવુ ન ચૂકવી શકવાના કારણે આત્મહત્યા કરી. વાયનાડમાં 8000 ખેડૂતોને દેવુ ન ચૂકવી શકવાના કારણે નોટિસ મળી છે. એક પ્રાસંગિક અધિનિયમ હેઠળ તેમની સંપત્તિ તેમના બેંકમાંથી લીધેલા દેવા સાથે જોડાયેલી છે. આ કારણે ખેડૂતોની આત્મહત્યાની સંખ્યામાં વધારોથઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી સાંસદ પણ છે. તેમણે અમેઠી સાથે અહીંથી ચૂંટણી લડી હતી પરંતુ અમેઠીમાં તેમને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીથી મ્હાત મળી. પરંતુ રાહુલને વાયનાડની જનતાએ જીતાડીને લોકસભામાં પહોંચાડ્યા.

આરબીઆઈને આપો આદેશ

રાહુલ ગાંધીએ મોદી સરકારને અનુરોધ કર્યો કે તે આરબીઆઈને નિર્દેશ આપે કે તે કેરળ સરકારને એક્ટ પર વિચાર કરવા કહે. આ સાથે જ કેન્દ્રીય બોંકોને પણ આ એ નિર્દેશ આપે કે કે ખેડૂતોને રિકવરી નોટિસ આપીને ધમકાવે નહિ. તેમણે કહ્યુ કે દેશમાં ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે અને સરકાર તેમની ભલાઈ માટે પગલા લેશે. વળી, રાહુલના સવાલોના જવાબ આપી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે ખેડૂતોની દયનીય સ્થિતિ ચાર-પાંચ વર્ષોમાં નથી થઈ. તેમણે રાહુલ પર હુમલો કરે કહ્યુ જે લોકોએ લાંબા સમય સુધી દેશમાં સરકાર ચલાવી છૈ તે આના માટે જવાબદાર છે. જે લોકોએ લાંબા સમય સુધી સરકાર ચલાવી છે તે આના માટે જવાબદાર છે. અમારી સરકાર ખેડૂતોની આવકબમણી કરવા માટે પગલાં લઈ રહી છે.

આ પણ વાંચોઃ 'Super 30'ના અસલી હીરો આનંદ કુમારને બ્રેઈન ટ્યુમર, બાયોપિક માટે કહી આ વાતઆ પણ વાંચોઃ 'Super 30'ના અસલી હીરો આનંદ કુમારને બ્રેઈન ટ્યુમર, બાયોપિક માટે કહી આ વાત

English summary
Rahul Gandhi raised the issue of farmer and their debt in lok sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X