નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ કોંગ્રેસના પીએમ પદના ઉમેદવાર બનવા માટેની આનાકાનીની શંકાઓને દૂર કરતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે, તે પાર્ટીના દરેક આદેશને માનશે અને પૂરી ક્ષમતા સાથે ભવિષ્યની જવાબદારીઓનું નિર્વાહ કરશે. હિન્દી સમાચાર પત્ર દૈનિક ભાસ્કરમાં મંગળવારે પ્રકાશિત પોતાના ઇન્ટરવ્યુમાં રાહુલે કહ્યું કે, તેમની પાર્ટીને લોકસભા ચૂંટણી 2014 બાદ દેશ હિત માટે સત્તામાં આવવુ પડશે. તેનાથી એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે રાહુલ ગાંધી પીએમ પદ માટે તૈયાર છે.
કોઇપણ જવાબદારીનો સ્વિકાર કરવા માટે તૈયાર રહેવાની ગાંધી ટિપ્પણી રાજકીય માહોલમાં આ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે તેમનું આ નિવેદન અખિલ ભારતીય કોંગ્રેસ કેમિટીની બેઠક પહેલા આપવામાં આવ્યું છે. આશા રાખવામાં આવી રહી છે કે, આ બેઠકમાં પાર્ટી રાહુલ ગાંધીને પોતાના પીએમ પદના ઉમેદવાર જાહેર કરશે. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર હિતમાં એ જરૂરી છે કે કોંગ્રેસ સત્તામાં પરત ફરે. તેના માટે સંગઠન મને જે જવાબદારી સોંપશે અથવા તો ભવિષ્યમાં આપે છે, તેને હું પૂરી ક્ષમતા સાથે નિર્વાહ કરીશ.તેમણે કહ્યું, ‘ અમે લોકતાંત્રિક સંગઠન છીએ અને અમને લોકતંત્રમાં વિશ્વાસ છે. ભારતમાં લોકો પોતાના જનપ્રતિનિધિઓ થકી પોતાના વડાપ્રધાન પસંદ કરે છે.' અન્ય એક પ્રશ્નનો જવાબ આપતા રાહુલે કહ્યું, ‘હું કોંગ્રેસનો એક સિપાહી છું. મને જે આદેશ મળશે હું તેની સાથે જોડાયેલો રહીશ. કોંગ્રેસ જે પણ મને કહેશે તેને હું પૂરુ કરીશ.' કોંગ્રેસમાં રાહુલને પીએમ પદના ઉમેદવાર બનાવવાની માંગે જોર પકડ્યું છે.
પાર્ટીના નેતા અંબિકા સોનીએ મંગળવારે કહ્યું કે, કોંગ્રેસમાં રાહુલને પીએમ પદના ઉમેદવાર બનાવવાની માંગે જોર પકડ્યું છે. સભ્યોનું માનવું છે કે તેમાં એપ્રિલ- મે મહીનામાં થવા જઇ રહેલી લોકસભા ચૂંટણી પાર્ટીની સંભાવના બળવાન હશે. સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ કહ્યુ કે, પાર્ટી સતત એવુ માની રહી છે કે રાહુલ તેમના સ્વાભાવિક નેતા છે.