રાહુલ ગાંધીએ આપ્યુ મોદીનું 4 વર્ષનું રિપોર્ટ કાર્ડ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ આપ્યુ છે. રાહુલના રિપોર્ટ કાર્ડમાં મોદી સરકારને કૃષિ, વિદેશનીતિ, પેટ્રોલ-ડિઝલના ભાવ અને નોકરીમાં ફેલ કરવામાં આવ્યા છે.

મોદી સરકાર આજે એટલે કે 26 મે ના રોજ પોતાનો 4 વર્ષનો કાર્યકાળ પૂરો કરી રહી છે. આ અવસર પર મોદી સરકારના મંત્રી અલગ-અલગ જગ્યાઓ પર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહી છે. વળી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ આપ્યુ છે. રાહુલના રિપોર્ટ કાર્ડમાં મોદી સરકારને કૃષિ, વિદેશનીતિ, પેટ્રોલ-ડિઝલના ભાવ અને નોકરીમાં ફેલ કરવામાં આવ્યા છે.

rahul gandhi

રાહુલે સાધ્યુ મોદી સરકાર પર નિશાન

સ્લોગન અને સેલ્ફ પ્રમોશનમાં મોદી સરકારને રાહુલ ગાંધીએ A+ આપ્યો છે અને યોગામાં B- આપ્યો છે. રાહુલ ગાંધીએ આ રિપોર્ટ કાર્ડવાળુ ટ્વિટ 26 મે ના રોજ બપોરે લગભગ 1 વાગે કર્યુ. આની થોડી વાર પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે બતાવી રહ્યા હતા.

રાહુલ ગાંધીના ટ્વિટ પર અમિત શાહે આપ્યો આ જવાબ

રાહુલ ગાંધીના ટ્વિટ પર બોલતા અમિત શાહે ક્હયુ કે રાહુલ ગાંધીથી તમે બીજી શું અપેક્ષા રાખી શકો. તે વિપક્ષમાં છે. તેમને આ કરવુ પડશે. અમે મુદ્દાઓ સાથે પોતાની વાત રાખી છે અને તેને કોઈ પણ ચેલેન્જ આપી શકે છે. આજે પીએમ મોદી સરકારના ચાર વર્ષ પૂરા થઈ રહ્યા છે.

amit shah

આજે પીએમ મોદી ઓડિશાના કટક પહોંચી રહ્યા છે, ત્યાં તે કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂરા થવા પર પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. શહેરના બાલીયાત્રા મેદાનમાં પીએમ જનસભા સંબોધિત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X