For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાકેશ ટીકૈત પર હુમલાને લઇ રાહુલ ગાંધીએ BJP પર સાધ્યું નિશાન - સંઘનો સામનો સાથે મળીને કરીશુ

એક તરફ, દેશભરમાં ખેડૂત આંદોલનનું મોજુ છે. ખેડૂત આગેવાનો ખેડુતોને એક કરવા માટે એક બીજા શહેરમાં જઈ રહ્યા છે. બીજી તરફ, કૃષિ કાયદો રદ કરવા અને એમએસપી પર કાયદો ઘડવા માટે મક્કમ છે. આ બધાની વચ્ચે કેટલાક લોકોએ રાજસ્થાનના અલવરમા

|
Google Oneindia Gujarati News

એક તરફ, દેશભરમાં ખેડૂત આંદોલનનું મોજુ છે. ખેડૂત આગેવાનો ખેડુતોને એક કરવા માટે એક બીજા શહેરમાં જઈ રહ્યા છે. બીજી તરફ, કૃષિ કાયદો રદ કરવા અને એમએસપી પર કાયદો ઘડવા માટે મક્કમ છે. આ બધાની વચ્ચે કેટલાક લોકોએ રાજસ્થાનના અલવરમાં ભારતીય ખેડૂત સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતની ગાડી પર હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલામાં અલવર પોલીસે ભાજપના એક નેતા સહિત 16 લોકોની ધરપકડ કરી છે. હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ સમગ્ર ઘટના માટે ભાજપ (સંઘ) પર પ્રહાર કર્યા છે.

Rakesh tikait

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે તેમનો સંઘ તેમને હુમલો કરવાનું શીખવે છે. ખેડૂતોનો સતત અહિંસક સત્યાગ્રહ ખેડૂતને નિર્ભય બનાવે છે. આ પછી, રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનને ટેકો આપતા લખ્યું કે તેઓ સંઘનો મળીને સામનો કરશે. ત્રણેય કૃષિ અને દેશ વિરોધી કાયદાઓ તેમને પાછા ખેંચાવીને જ રહેશે!

આપને જણાવી દઈએ કે શુક્રવારે રાજસ્થાનના અલવરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતના કાફલા પર કેટલાક લોકો દ્વારા આક્ષેપિત હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના વિશે માહિતી આપતાં ટિકૈતે કહ્યું હતું કે પોલીસની પિસ્તોલ છીનવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કારના કાચ પથ્થરોથી તોડવામાં આવ્યા, લાકડીઓ ચલાવવામાં આવી. આ હુમલો અલવર જિલ્લાના તતારપુર ચોક પર થયો હતો. કેટલાક લોકો ખેડૂત નેતાની ગાડીનું સ્વાગત કરવાના બહાને ગયા હતા અને ત્યારબાદ તેના પર હુમલો કર્યો હતો. ટિકૈતે ભાજપ પર તેમના પર થયેલા હુમલાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: ' યે રીસ્તા ક્યા કહેલાતા હૈ'ની અભિનેત્રી કાંચિ સિંહ કોરોના પોઝિટીવ, પોસ્ટ લખી આપી જાણકારી

English summary
Rahul Gandhi's target for attack on Rakesh Tikait - We will face Sangh together
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X