For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મે પ્રધાનમંત્રીની માફી માંગી નથી, ફરીથી કહુ છુ ચોકીદાર ચોર છેઃ રાહુલ ગાંધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ચોકીદાર ચોર છેના નારા આપનાર રાહુલ ગાંધીએ એક વાર ફરીથી કહ્યુ છે કે ચોકીદાર ચોર છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ચોકીદાર ચોર છેના નારા આપનાર રાહુલ ગાંધીએ એક વાર ફરીથી કહ્યુ છે કે ચોકીદાર ચોર છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે તેમની આ નારાના કારણે ઝાટકણી કાઢી હતી ત્યારબાદ તેમણે કોર્ટમાં આ નારા માટે માફી માંગી હતી. રાહુલ ગાંધીના માફી માંગ્યા બાદથી જ ભાજપના નેતા તેમના પર નિશાન સાધી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાહુલે પીએમ મોદી સામે નારાના કારણે માફી માંગવી પડી. પરંતુ રાહુલ ગાંધીએ ફરીથી એક વાર આ નારાને આગળ વધારતા કહ્યુ કે તે આ નારા લગાવશે.

rahul gandhi

મે નારો પાછો નથી લીધો

રાહુલ ગાંધીએ કહ્યુ કે મે બિલકુલ મારો નારો પાછો નથી લીધો. મે બિલકુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માફી નથી માંગી. મે સુપ્રીમ કોર્ટના હવાલાથી કંઈક ખોટુ કહ્યુ હતુ, એટલા માટે મે કોર્ટમાં માફી માંગી છે, મે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બિલકુલ માફી માંગી નથી. જો તમે સાંભળવા માંગો છો તો હું કહુ છુ કે ચોકીદાર ચોર છે, હું ફરીથી કહુ છુ કે ચોકીદાર ચોર છે. મે ચૂંટણી રેલીમાં ભૂલથી સુપ્રીમ કોર્ટના હવાલાથી કહી દીધુ હતુ કે ચોકીદાર ચોર છે એટલા માટે મે માફી માંગી છે.

સુપ્રીમ કોર્ટની આ કારણે માંગી માફી

એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ લોકોને ચોકીદાર ચોર છે નો નારો લગાવ્યો. તેમણે કહ્યુ કે જો તમને લાગતુ હોય કે મે પીએમની માફી માંગી છે તો તે ખોટુ છે. મે કોર્ટના હવાલાથી આ નારો આપ્યો રેલી દરમિયાન જોશમાં આપ્યુ હતુ કે જે ખોટુ છે અને તેના માટે મે માફી માંગી છે. તેમણે કહ્યુ કે હું ફરીથી કહુ છુ કે ચોકીદાર ચોર છે અને દેશના લોકોને એ ખબર છે કે રાફેલ ડીલમાં ચોરી થઈ છે.

સૌથી મોટો મુદ્દો નોકરી, અર્થવ્યવસ્થા

રાહુલે કહ્યુ કે ભારતીય ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો નોકરી અને અર્થવ્યવસ્થા છે. રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું તમે દેશના પ્રધાનમંત્રી બનશો તો રાહુલે કહ્યુ કે એ હું બિલકુલ ન કહી શકુ, આ સંપૂર્ણપણે દેશના લોકો પર નિર્ભર છે. દેશા લોકો જે નિર્ણય લેશે તેનો હું સ્વીકર કરીશ. હું એ રીતના વિચારો પર ભરોસો નથી કરતો કે મારા આવતા પહેલા હાથી સૂઈ રહ્યો હતો. મને દેશના લોકોની બુદ્ધિમત્તા પર 100 ટકા ભરોસો છે. હું લોકોના નિર્ણયનો સ્વીકાર કરીશ.

આ પણ વાંચોઃ Cyclone Fani Live: ઓડિશા તટ નજીક પહોંચ્યું ફાની, એલર્ટઆ પણ વાંચોઃ Cyclone Fani Live: ઓડિશા તટ નજીક પહોંચ્યું ફાની, એલર્ટ

English summary
Rahul Gandhi says I did not apologize to PM Modi for Chowkidar Chor hai slogan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X