For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ પાકિસ્તાન પર સાધ્યુ નિશાન, ‘કાશ્મીર ભારતનો આંતરિક મામલો'

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાશ્મીર વિશે પાકિસ્તાન પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાશ્મીર વિશે પાકિસ્તાન પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, 'હું મોદી સરકારના ઘણા નિર્ણયોથી અસંમત છુ પરંતુ એક વાત સ્પષ્ટ કરી દઉ કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને આમાં પાકિસ્તાન કે અન્ય કોઈ પણ બીજા દેશે દખલ દેવાનો હક નથી.' રાહુલ ગાંધીએ કાશ્મીરમાં હિંસા માટે પણ પાકિસ્તાનને દોષિત ગણાવ્યુ.

કાશ્મીર ભારતનો આંતરિક મામલો

કાશ્મીર ભારતનો આંતરિક મામલો

રાહુલ ગાંધીએ કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાં હિંસાનો માહોલ છે કારણકે આના માટે પાકિસ્તાન ઉકસાવતુ રહ્યુ છે અને તેને સમર્થન આપતુ રહ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે પાકિસ્તાન દુનિયાભરમાં આતંકવાદનું મુખ્ય સમર્થક માનવામાં આવે છે. વાસ્તવમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન અકળાયેલુ છે અને વિશ્વ સમુદાયમાં કાશ્મીર મુદ્દાને ઉઠાવવા માટે કોશિશ કરી રહ્યુ છે. જો કે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને ભારત સામે હારવુ પડ્યુ.

રાહુલે કાશ્મીરમાં હિંસા માટે પાકને ગણાવ્યુ જવાબદાર

આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સતત કાશ્મીરના લોકોના માનવાધિકારો વિશે સવાલ ઉઠાવી રહ્યુ છે અને ઘણા દેશોને અપીલ કરી રહ્યુ છે કે તે કાશ્મીર મુદ્દે ભારત સરકારના નિર્ણયની નિંદા કરે પરંતુ ચીન સિવાય અન્ય કોઈ દેશ પાકિસ્તાન સાથે નથી. બે દિવસ પહેલા પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન સ્પષ્ટ રીતે જણાવી દીધુ હતુ કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે.

આ પણ વાંચોઃ હું ખુશ છુ કે મારો દીકરો ટેલરના દીકરા સાથે આઈઆઈટીમાં ભણશેઃ અરવિંદ કેજરીવાલઆ પણ વાંચોઃ હું ખુશ છુ કે મારો દીકરો ટેલરના દીકરા સાથે આઈઆઈટીમાં ભણશેઃ અરવિંદ કેજરીવાલ

આર્ટિકલ 370 હટાવવાથી પાક અકળાયેલુ

અમેરિકાએ પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પીએમ મોદી સાથે મુલાકાત પહેલા કાશ્મીર વિશે નિવેદન આપ્યુ હતુ. અમેરિકાએ એકવાર ફરીથી કહ્યુ કે આર્ટીકલ 370 સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાને યુએનએસીની અનૌપચારિક બેઠક દરમિયાન પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો જ્યાં તેણે શરમ ઝેલવી પડી હતી. ભારતથી દરેક મોરચે મળી રહેલી મ્હાતથી પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અકળામણમાં હવે ન્યૂક્લિયર એટેકની ધમકી આપી રહ્યા છે.

English summary
rahul gandhi says- Kashmir is India’s internal issue, no room for Pakistan to interfere in it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X