"ગોવા-મણિપુરમાં પૈસા અને શક્તિના બળે લોકતંત્રની હત્યા"

Written By:
Subscribe to Oneindia News

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ના પરિણામો બાદે મંગળવારે સંસદ પહોંચેલા રાહુલ ગાંધી એ મીડિયા સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે વિપક્ષમાં છીએ. હાર-જીત તો ચાલતી રહેવાની. અમે ઉત્તર પ્રદેશમાં થોડા નબળા પડ્યા, એ વાત સ્વીકારીએ છીએ. અમારી લડાઇ ભાજપની વિચારસરણી સાથે છે. ભાજપે મણિપુર અને ગોવામાં જે કર્યું, તે ભાજપની વિચારસરણી છે અને અમે આ જ વિચારસરણી વિરુદ્ધ લડત આપી રહ્યાં છીએ.

rahul gandhi

અહીં વાંચો - ગોવામાં BJP સરકાર મામલે સંસદમાં ઘમસાણ, કોંગ્રેસનું વોકઆઉટ

ભાજપને જીત બદલ અભિનંદન - રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ભાજપના ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા બંદ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, ભાજપના વિજય પાછળ ઘણા કારણો જવાબદાર છે, જેમાંથી મુખ્ય કારણ છે, ધ્રુવીકરણ. રાહુલ ગાંધીએ કહ્યું કે, પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાંથી 2માં ભાજપનો વિજય થયો છે અને ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે જીત મેળવી છે. પરંતુ ગોવા અને મણિપુર માં પૈસા અને શક્તિના બળે લોકતંત્રના હત્યા થઇ રહી છે. ભાજપ લોકતંત્રને નબળું પાડવા માટે પૈસાનો ઉપયોગ કરી રહી છે.

અહીં વાંચો - પર્રિકરનો શપથ ગ્રહણ કાર્યક્રમ યથાવત, 16મીએ સાબિત કરશે બહુમત

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મળેલી શરમજનક હાર બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હજુ સુધી આ હારની જવાબદારી નહોતી લીધી. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 28થી ઘટીને 7નાં આંકડે પહોંચી ગઇ છે. તો ઉત્તરાખંડમાં પણ પાર્ટીને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.

English summary
Rahul Gandhi says, we are opposition you have ups downs we had a little down in UP.
Please Wait while comments are loading...