Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાહુલ ગાંધીએ સરકારમાં આવતા જ નીતિ પંચને ખતમ કરવાનું કર્યુ એલાન

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાતે નીતિ પંચ વિશે મોટુ એલાન કર્યુ. તેમણે શુક્રવારે રાતે ટ્વિટર પર નીતિ પંચને ખતમ કરવાની વાત કહી.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાતે નીતિ પંચ વિશે મોટુ એલાન કર્યુ. તેમણે શુક્રવારે રાતે ટ્વિટર પર નીતિ પંચને ખતમ કરવાની વાત કહી. તેમણે કહ્યુ કે જો કેન્દ્રમાં તેમની સરકાર બનશે તો તે નીતિ પંચને ખતમ કરી દેશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની લઘુત્તમ આવક યોજના જેને NYAY સ્કીમનું નામ કોંગ્રેસે આપ્યુ છે. રાહુલ ગાંધીના NYAY સ્કીમ પર નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સવાલ ઉઠાવ્યા હતા.

‘સરકાર બનવા પર ખતમ થશે નીતિ પંચ'

રાહુલ ગાંધીએ આજે ટ્વીટ કરીને લખ્યુ કે સત્તામાં પાછા આવતા નીતિ પંચને ખતમ કરી દેશે. આનો ઉદ્દેશ પીએમ મોદી માટે માર્કેટિંગ પ્રેઝન્ટેશન બનાવવા અને આંકડામાં હેર ફેર કરવા સિવાય કંઈ નથી. અમે એની જગ્યાએ નાની યોજના પંચ લાવીશુ. આના સભ્ય દેશના મોટા અર્થશાસ્ત્રી અને જાણકારો હશે. આમાં 100થી પણ ઓછા લોકોનો સ્ટાફ હશે.

ચૂંટણી પંચે રાજીવ કુમારને મોકલી નોટિસ

ચૂંટણી પંચે રાજીવ કુમારને મોકલી નોટિસ

કોંગ્રેસની લઘુત્તમ આવક ગેરેન્ટીના ચૂંટણી વચન પર નિવેદન આપવાના કારણે ચૂંટણી પંચે નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારને નોટિસ મોકલી છે. રાજીવ કુમારે ચૂંટણી પંચને આ નોટિસનો જવાબ આપવા માટે 5 એપ્રિલ સુધીનો સમય માંગ્યો છે.

‘ચૂંટણી જીતવા માટે કંઈ પણ કહી શકે છે'

‘ચૂંટણી જીતવા માટે કંઈ પણ કહી શકે છે'

નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે રાહુલના ચૂંટણી વચન પર કહ્યુ હતુ કે આ જૂની રીત છે, જે કોંગ્રેસ ફોલો કરી રહી છે. તે ચૂંટણી જીતવા માટે કંઈ પણ કહી શકે છે અને કંઈ પણ કરી શકે છે. તેમણે 1966માં ગરીબી હટાવી દીધી. વન રેંક વન પેન્શન બાદમાં લાગુ કર્યુ, બધાને શિક્ષણના અધિકાર હેઠળ ઉચિત શિક્ષા મળી! તો તમે જોઈ શકો છો કે તે કંઈ પણ કહી અને કરી શકે છે. રાજીવ કુમારે કહ્યુ કે વર્ષ 2008માં ચિદમ્બરમજીએ રાજોકોષીય ઘટને 2.5% સુધી લઈ આવ્યા હતા. આ એ પેટર્નનું આગલો તબક્કો છે. રાહુલ ગાંધીજીએ અર્થવ્યવસ્થા પર આના પ્રભાવ વિશે વિચાર્યા વિના આની ઘોષણા કરી છે. આ યોજનાના કારણે આપણે ચાર પગલા પાછળ જતા રહીશુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X