For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ પીએમ મોદીને કહ્યુ - 'ગભરાવ નહિ દેશ તમારી પાસેથી સત્ય સાંભળવા માંગે છે'

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ વિશે કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદીને નિશાના પર લીધા છે.

|
Google Oneindia Gujarati News

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ વિશે કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદીને નિશાના પર લીધા છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહ્યુ છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વિશે સાચુ બોલે અને પોતાની જમની પાછી લેવા માટે કાર્યવાહી કરે તો આખો દેશ તેમની સાથે ઉભો રહેશે.

rahul gandhi

'સ્પીકઅપ ફૉર જવાન' અભિયાન હેઠળ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશમાં કહ્યુ કે હિંદુસ્તાનના વીર શહીદોને મારા નમન. આખો દેશ મળીને એક સાથે, એક થઈને સેના અને સરકાર સાથે ઉભો છે પરંતુ એક ખૂબ જરૂરી સવાલ ઉઠ્યો છે. થોડા દિવસ પહેલા આપણા પ્રધાનમંત્રીજીએ કહ્યુ હતુકે હિંદુસ્તાનની એક ઈંચ જમીન કોઈએ લીધી નથી. કોઈ હિંદુસ્તાનની અંદર નથી આવ્યુ. પરંતુ સાંભળવા મળી રહ્યુ છે. લોકો કહી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે સેટેલાઈટ ફોટોગ્રાફ્સમાં દેખાઈ રહ્યુ છે, લદ્દાખની જનતા કહી રહી છે. આર્મી રિટાયર્ડ જનરલ્સ કહી રહ્યા છે કે ચીને આપણી જમીન છીનવી લીધી છે. એક જગ્યાએ નહિ પરંતુ ત્રણ જગ્યાએ ચીને આપણી જમીન છીનવી લીધી છે. પ્રધાનમંત્રીજી તમારે સત્ય બોલવુ જ પડશે. દેશને જણાવવુ પડશે. ગભરાવવાની જરૂર નથી. પરંતુ જો તમને કહેશો કે જમીન નથી ગઈ અને ખરેખર જમીન ગઈ છે તો ચીનને ફાયદો થશે.

રાહુલ ગાંધીએ પીએમ મોદીને અનુરોધ કર્યો કે આપણે મળીને આમની સાથે લડવાનુ છે. તેમને પાછા ફેંકવાના છે. તમારે સાચુ બોલવુ પડશે. ગભરાયા વિના, ડર્યા વિના બોલો કે હા, ચીને જમીન લીધી છે અને અમે કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. આખો દેશ તમારી સાથે ઉભો છે. છેલ્લો સવલ, આપણા જે પણ શહીદ છે. તેમને હથિયાર વિના કોણે મોકલ્યા અને કેમ મોકલ્યા? આભાર, જય હિંદ.

આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 15 જુલાઈ સુધી રહેશે પ્રતિબંધઆંતરરાષ્ટ્રીય ઉડાનો પર 15 જુલાઈ સુધી રહેશે પ્રતિબંધ

English summary
Rahul Gandhi says you will have to speak truth and tell country on india china standoff.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X