રાહુલ ગાંધીને કોંગ્રેસના PM પદના ઉમેદવાર જાહેર નહીં કરાય

જો કે તેમણે એવી કોઇ સ્પષ્ટતા પણ કરી નથી કે જો પાર્ટી આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી જીતે છે તો મનમોહન સિંહ ફરી એક વાર સર્વોચ્ચ પદ્દના ઉમેદવાર હશે કે નહીં. તેમણે જણાવ્યું કે આપણે ત્યાં રાષ્ટ્રપતિ શાસનની પ્રણાલી નથી. કોંગ્રેસની પરંપરા રહી છે કે તે ચૂંટણી પહેલા ના તો પોતોના મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કરે છે નહી વડાપ્રધાન પદના ઉમેદવારનું.
દિગ્વિજય સિંહે કર્યું કે ચૂંટણી બાદ તેમને ડાબેરીઓ સાથે હાથ મિલાવવામાં કોઇ સંકોચ નથી. નરેન્દ્ર મોદીના આવવાથી મતોનું સાંપ્રદાયિક ધ્રુવીકરણ થશે. નરેન્દ્ર મોદીને ભાજપે ચૂંટણી પ્રચાર સમિતીના પ્રમુખ બનાવ્યા તે અંગે તેમણે જણાવ્યું કે આ પાર્ટીનો અંગત નિર્ણય છે. તેનાથી અમને કોઇ ફેર નહીં પડે.












Click it and Unblock the Notifications
