For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ રિ-ટ્વિટ કર્યો જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે જૂનો ફોટો પરંતુ કહ્યુ કંઈ નહિ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિંધિયા સાથે પોતાનો એક જૂનો ફોટો કંઈ લખ્યા વિના રિ-ટ્વિટ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

છેવટે મધ્ય પ્રદેશના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં શામેલ થઈ ગયા, બુધવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી મુખ્યાલયમાં સભ્યપદ લીધુ, કોંગ્રેસ પાર્ટીમાં ક્યારેક રાહુલ ગાંધીની ખૂબ જ નજીક ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હવે ભગવો રંગ ધારણ કરી લીધો છે. ભાજપનુ સભ્યપદ ગ્રહણ કર્યા બાદ સિંધિયાએ પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર માન્યો.

રાહુલ ગાંધીએ રિ-ટ્વિટ કર્યો જ્યોતિરાદિત્ય સાથેનો જૂનો ફોટો

રાહુલ ગાંધીએ રિ-ટ્વિટ કર્યો જ્યોતિરાદિત્ય સાથેનો જૂનો ફોટો

વળી, બીજી તરફ જ્યોતિરાદિત્ય સિંધિયાના જવાથી કોંગ્રેસ પાર્ટીમાં જબરદસ્ત રીતે ઉથલપાથલ મચેલી છે. પાર્ટીના નેતૃત્વ વિશે પણ સવાલ ઉઠી રહ્યા છે કે આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિંધિયા સાથે પોતાનો એક જૂનો ફોટો કંઈ લખ્યા વિના રિ-ટ્વિટ કર્યો છે.

શું દુઃખી છે રાહુલ ગાંધી?

શું દુઃખી છે રાહુલ ગાંધી?

જેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે રાહુલ ગાંધી પણ જ્યોતિરાદિત્ય સિંધિયાના પાર્ટી છોડીને જવાથી દુઃખી છે જ્યારે આ પહેલા સમાચાર હતા કે જ્યોતિરાદિત્ય સિંધિયા પાર્ટી હાઈકમાન્ડ પાસેથી સમય ન મળી શકવાને કારણે નારાજ હતા.

‘સિંધિયા મારા ઘરે ગમે ત્યારે બેધડક આવી શકતા હતા'

જેના પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યુ કે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસના એકમાત્ર એવા નેતા હતા જે મારા ઘરે બેધડક આવી શકતા હતા, જેમણે મને મળવા માટે કોઈ અનુમતિની જરૂર નહોતી. સિંધિયા મારી સાથે કોલેજમાં હતા.

જુદા થઈ ગયા બંનેના રસ્તા...

જુદા થઈ ગયા બંનેના રસ્તા...

તમને જણાવી દઈએ કે કોંગ્રેસમાં સિંધિયાની ગણતરી એ અમુક નેતાઓમાં કરવામાં આવતી હતી જે રાહુલ ગાંધીની સૌથી નજીકના નેતાઓમાંના એક હતા. પ્રિયંકા ગાંધી સાથે પણ સિંધિયાના સારા સંબંધો રહ્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ કે પછી મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીની બંને રેલીઓમાં રાહુલ ગાંધી સાથે સિંધિયા ખભેથી ખભા મિલાવીને રહ્યા પરંતુ હવે 18 વર્ષ બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનો રસ્તો રાહુલ ગાંધીથી અલગ કરી લીધો છે.

કોંગ્રેસ હવે એ પાર્ટી નથી જે પહેલા હતીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

કોંગ્રેસ હવે એ પાર્ટી નથી જે પહેલા હતીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

તમને જણાવી દઈએ કે ભાજપ જોઈન કર્યા બાદ સિંધિયાએ કહ્યુ કે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભારી છુ જેમણે પોતાના પરિવારમાં મને જગ્યા આપી. આજે હું બહુ દુઃખી પણ છુ અને વ્યથિત પણ કારણકે કોંગ્રેસ હવે એ પાર્ટી નથી જેની સ્થાપના થઈ હતી, કોંગ્રેસ પાર્ટીમાં રહીને મે 18-19 વર્ષોમાં પૂરી શ્રદ્ધા સાથે દેશ-પ્રદેશની સેવા કરવાની કોશિશ કરી છે. પરંતુ મન દુઃખી છે કે જે સ્થિતિ આજે ઉત્પન્ન થઇ છે, હું કહી શકુ છુ કે જનસેવાના લક્ષ્યની પૂર્તિ એ સંગઠનથી નહોતી થઈ શકતી.

આ પણ વાંચોઃ Coronavirus: સરકારે જારી કરી એડવાઈઝરી, વિદેશથી આવનારાના વિઝા રદઆ પણ વાંચોઃ Coronavirus: સરકારે જારી કરી એડવાઈઝરી, વિદેશથી આવનારાના વિઝા રદ

English summary
Rahul Gandhi Shares Old Photo With Jyotiraditya Scindia Without any Caption.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X