For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે રાહુલ ગાંધીએ શરૂ કર્યુ ઑનલાઈન અભિયાન

કોંગ્રેસે પણ ઈંધણના ભાવો માટે મોદી સરકાર સામે મોરચો ખોલી દીધો છે. આના માટે કોંગ્રેસે એક અભિયાન શરૂ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા્ ઘણા દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ વધી રહ્યા છે. હાલમાં જ રાજધાની દિલ્લીમાં ડીઝલ પેટ્રોલથી વધુ મોંઘુ થઈ ગયુ હતુ. જેના કારણે કોંગ્રેસે પણ ઈંધણના ભાવો માટે મોદી સરકાર સામે મોરચો ખોલી દીધો છે. આના માટે કોંગ્રેસે Speak Up Against Fuel Hike નામથી એક અભિયાન શરૂ કર્યુ છે જે હેઠળ કોંગ્રેસે લોકોને જનતાનો અવાજ વીડિયો દ્વારા સરકાર સુધી પહોંચાડવાની અપીલ કરી છે.

rahul gandhi

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે અભિયાનનો એક વીડિયો જારી કર્યો. 1.04 મિનિટના આ વીડિયોમાં જનતાને આ અભિયાન સાથે જોડાવાની અપીલ કરી છે. આ અભિયાન હેઠળ લોકોએ ઈંધણની કિંમતોથી પરેશાન જનતાનો વીડિયો બનાવવાનો છે અને તેને પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ કોરોના મહામારી અને ચીન સંકટ વચ્ચે સરકારે જનતાને એકલી મૂકી દીધી છે. આ ઉપરાંત 21 દિવસ સુધી સતત ઈંધણની કિંમતોને વધારીને સરકારે લૂંટ મચાવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પરેશાન છે. બહુ મુશ્કેલીથી તેમની સેેલેરી આવી રહી છે. એવામાં મોદી સરકાર દાઝ્યા પર મલમ લગાવવાના બદલે તેમના પર ડામ દઈ રહી છે.

2014 પહેલા ઈંધણની કિંમતો વધવા પર ભાજપ કાર્યકર્તા બળદગાડી અને સાઈકલ લઈને પ્રદર્શન કરતા હતા. હવે જ્યારે મોદી સરકાર ઈંધણના ભાવો વધ્યા તો પ્રદર્શન માટે કોંગ્રેસ કાર્યકર્તા બળદગાડા અને સાઈકલનો સહારો લઈ રહ્યા છે. સોમવારે દેશભરમાં ઘણી જગ્યાએ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યા. આ દરમિયાન રાજધાની દીલ્લીમાં અમુક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્લીમાં કોરોનાના ઈલાજ માટે બનાવવામાં આવશે 'પ્લાઝમા બેંક'દિલ્લીમાં કોરોનાના ઈલાજ માટે બનાવવામાં આવશે 'પ્લાઝમા બેંક'

English summary
Rahul gandhi start Speak Up Against Fuel Hike online campaign on petrol diesel price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X