For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

370 પર ચકરાયા રાહુલ ગાંધી, સમજમાં નથી આવી રહ્યુ શું કહે

કેન્દ્ર સરકારે જે રીતે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35એ હટાવવાનો નિર્ણય લીધો તે બાદ કોંગ્રેસની અંદર આ સમગ્ર મુદ્દે બે મત સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે જે રીતે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35એ હટાવવાનો નિર્ણય લીધો તે બાદ કોંગ્રેસની અંદર આ સમગ્ર મુદ્દે બે મત સામે આવ્યા છે. વિપક્ષી પાર્ટીના ઘણા દિગ્ગજ નેતા સરકારના આ નિર્ણયના સમર્થનમાં જોવા મળી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ છોડનાર રાહુલ ગાંધીએ પણ હજુ સુધી આ મુદ્દે પોતાનુ મંતવ્ય વ્યક્ત નથી કર્યુ. રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું પાર્ટીની અંદર ફૂટ છે અને તે ઈમરજન્સી વર્કિંગ કમિટીની બેઠક બોલાવી શકે છે તો તેમણે કહ્યુ કે હું બેઠક નથી બોલાવી શકતો કારણકે હું પાર્ટીનો અધ્યક્ષ નથી.

કોંગ્રેસનું મંતવ્ય

કોંગ્રેસનું મંતવ્ય

સૂત્રોની માનીએ તો પાર્ટીની અંદર એ અંગે ચર્ચા થઈ રહી છે કે આ સમગ્ર મુદ્દે કોંગ્રેસનું શું વલણ રહેશે. ત્યારબાદ એ નિર્ણય લેવામાં આવ્યો કે તે અનુચ્છેદ 370ને ખતમ કરવાના નિર્ણયનું સમર્થન નહિ કરે કારણકે જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે પાર્ટી તેનુ સમર્થન નહિ કરે. આ જ કારણ છે કે ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલે રાજ્યસભામાં સરકારના આ નિર્ણયને લોકતંત્રની હત્યા ગણાવી દીધી છે. વળી, કોંગ્રેસના સાંસદ લોકસભામાથી વૉકઆઉટ કરી ગયા. સોનિયા ગાંધી પોતે અને તમામ પાર્ટીના સાંસદોએ લોકસભામાંથી વૉકઆઉટ કર્યુ પરંતુ પાર્ટીના નિર્ણય છતાં અમુક કોંગ્રેસ સાંસદોએ સમર્થન કરીને તેને પોતાનુ વ્યક્તિગત મંતવ્ય ગણાવ્યુ છે.

કોંગ્રેસમાં બે જૂથ

કોંગ્રેસમાં બે જૂથ

જયવીર શેરગિલે કહ્યુ કે મારા વ્યક્તિગત વિચાર એ છે કે હું અનુચ્છેદ 370ને ખતમ કરવાનું સમર્થન કરુ છુ પરંતુ આને બંધારણના નિયમો હેઠળ ખતમ કરવાનો હું સમર્થક છુ જેમાં કહેવામાં આવ્યુ છે કે જમ્મુ કાશ્મીરની વિધાનસભાનું મંતવ્ય પણ લેવામાં આવે. આ સિવાય કોઈ પણ રસ્તો ગેરબંધારણીય છે. મુંબઈથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા મિલિંદ દેવડાઓ પણ કહ્યુ કે બહુ દૂર્ભાગ્યપૂર્ણ છે કે અનુચ્છેદ 370ને ખતમ કરવાને લિબરલ વિરુદ્ધ કન્ઝર્વેટીવ વચ્ચેની ચર્ચા તરીકે વહેંચી દેવામાં આવી છે. તમામ દળોએ પોતાના વૈચારિક મતભેદને અલગ રાખીને આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ માટે યુવાનો માટે કાશ્મીરી પંડિતો માટે ચર્ચા કરવી જોઈએ.

અમિત શાહે કર્યુ હતુ એલાન

અમિત શાહે કર્યુ હતુ એલાન

તમને જણાવી દઈએ કે સોમવારે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટીકલ 370 અને 35એને ખતમ કરવાનું એલાન કર્યુ હતુ ત્યારબાદથી આ મુદ્દો સતત સમાચારોમાં છવાયેલો છે. અનુચ્છેદ 370 હટાવવાના એલાન બાદ હવે રાજ્યના બધા ભાગોમાં કડક ચોક્સી વર્તવામાં આવી રહી છે. જમ્મુમાં પણ પોલિસ અને સરક્ષા એજન્સીઓની નજર શંકાસ્પદ અને અસામાજિક તત્વો પર છે. જમ્મુ શહેર સહિત આ સંભાગના 10 જિલ્લાઓમાં સાવચેતી રૂપે કલમ 144 લાગુ કરવામાં આવી ચૂકી છે. જમ્મુના રસ્તાઓ પર બેરીકેડિંગ કરીને વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે પરંતુ શહેરને કાશ્મીર અને દેશના બીજા ભાગોને જોડતા રાષ્ટ્રીય રાજમાર્ગો પર વાહન વ્યવહાર ચાલુ છે.

આ પણ વાંચોઃ આર્ટિકલ 370 હટાવ્યા બાદ અમેરિકાની પહેલી પ્રતિક્રિયા, પાકિસ્તાનનું નામ પણ ન લીધુઆ પણ વાંચોઃ આર્ટિકલ 370 હટાવ્યા બાદ અમેરિકાની પહેલી પ્રતિક્રિયા, પાકિસ્તાનનું નામ પણ ન લીધુ

English summary
Rahul Gandhi still no clue what to says on the end of article 370 in Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X