હવે રાહુલ ગાંધી આગામી સરકારનું નેતૃત્વ કરે: મનમોહન
નવી દિલ્હી, 7 ઓક્ટોબર: વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીને સલાહ આપી છે કે મનમોહન સિંહને જણાવ્યું કે રાહુલ દેશનું નેતૃત્વ સંભાળવાની દિશામાં વધુ સક્રિય ભૂમિકા ભજવે. વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે રાહુલ ગાંધીને આવનાર સરકારનું નેતૃત્વ કરવું જોઇએ.
એક અંગ્રેજી અખબાર અનુસાર પીએમઓના અધિકારીઓએ જણાવ્યું છે કે વડાપ્રધાને રાહુલને યુપીએની હવે પછીની સરકારની જવાબદારી સંભાળવાની સલાહ આપી છે. જોકે મનમોહન સિંહ આ પહેલા પણ કહી ચૂક્યા છે કે તેઓ આગામી સરકારમાં વડાપ્રધાન નહીં બને.

તેમણે વડાપ્રધાનને એ પણ જણાવ્યું હતું કે હું મારા શબ્દો અને અભિવ્યક્તિ માટે ખેદ વ્યક્ત કરું છું. પરંતુ મારી ભાવના ખોટી ન્હોતી. આ જનભાવનાનો અવાજ છે. 2 ઓક્ટોબરના રોજ થયેલી આ મીટિંગ બાદ જ વડાપ્રધાને રાહુલને આગામી સરકારનું નેતૃત્વ કરવાની વાત કહી છે.












Click it and Unblock the Notifications
