For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તુ ઈધર ઉધર કી બાત ન કર, વો બતા કિ કાફિલા કેસે લૂટાઃ રાહુલ ગાંધીનો PM પર કટાક્ષ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યુ કે તૂ ઈધર ઉધર કી બાત ન કર, યે તબા કિ કાફિલા કેસે લૂટા, મુઝે રહજનો સે ગિલા તો હે, પર તેરી રહબરી કા સવાલ હે.

|
Google Oneindia Gujarati News

દેશમાં વધી રહેલા કોરોના કેસ દરમિયાન પીએમ મોદીએ મંગળવારે છઠ્ઠી વાર દેશને સંબોધિત કર્યા. પીએમ મોદીના આ સંબોધન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ એક શેરને ટ્વિટ કરીને પીએમ મોદીને નિશાન પર લીધા. રાહુલ ગાંધીએ શહાબ જાફરીને શેર દ્વારા પીએમ મોદી દ્વારા તેલની કિંમતો અને ચીન મુદ્દે કંઈ ન બોલવા પર નિશાન સાધ્યુ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યુ કે તૂ ઈધર ઉધર કી બાત ન કર, યે તબા કિ કાફિલા કેસે લૂટા, મુઝે રહજનો સે ગિલા તો હે, પર તેરી રહબરી કા સવાલ હે. વાસ્તવમાં પીએમ મોદીના સંબોધનમાં ઈંધણની કિંમતો અને ચીન મુદ્દે કંઈ કહેવા પર રાહુલે આ કટાક્ષ કર્યો છે.

rahul gandhi

તમને જણાવી દઈએ કે પીએમને રાષ્ટ્રને નામ સંબોધન પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો જારી કરીને તેમને ઘણા સવાલ પૂછ્યા અને સૂચનો આપ્યા હતા. આ વીડિયોમાં તેમણે ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન, ગરીબ, મજૂર અને મધ્યમ વર્ગ પર આર્થિક નુકશાન અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સહિત, લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી જેવા મુદ્દાઓને ઉઠાવ્યા અને આના પર સરકારના પક્ષની માહિતી આપવા કહ્યુ હતુ.

રાહુલે ટ્વિટર હેન્ડલથી વીડિયો જારી કરીને કહ્યુ, 'છેલ્લા ત્રણ મહિનામાં કોરોનાએ હિદુસ્તાની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી. જબરદસ્ત ઈજા થઈ, બહુ નુકશાન થયુ. આખો દેશ જાણે છે. સૌથી વધુ નુકશાન, સૌથી વધુ નુકશાન ગરીબોને, મજૂરોને,, મધ્યમ વર્ગને અને સેલરી ક્લાસને લાગી છે. અમે સરકારને ત્રણ-ચાર વાર સૂચનો આપ્યા. ન્યાય યોજના જેવી એક યોજના લાગુ કરવામાં આવે. પરમેનેન્ટ ન હોય, 6 મહિના માટે ચલાવો. દરેક ગરીબ પરિવારના ખાતામાં 7500 રૂપિયા મહિનાના નાખો. આનાથી ડિમાન્ડ ક્રિએટ થશે. અર્થવ્યવસ્થા ફરીથી ચાલુ થશે. સરકારે ના પાડી દીધી. એક વાર નહિ ત્રણ ચાર વાર ના પાડી દીધી. કારણ આપ્યુ કે આપણી પાસે પૈસા નથી.'

'ચીનની નિંદા તો છોડો, પીએમ વાત કરતા પણ ડરે છે': કોંગ્રેસ'ચીનની નિંદા તો છોડો, પીએમ વાત કરતા પણ ડરે છે': કોંગ્રેસ

English summary
Rahul Gandhi takes dig at PM Modi's address
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X