મોદીએ તમારા પૈસાથી અમીરોના દેવા માફ કર્યા છે: રાહુલ ગાંધી

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જૌનપુરની વિશાળ જનસભામાં પીએમ મોદી પર અનેક આકારા પ્રહારો કર્યો. તેમણે કહ્યું કે મોદીજીની કાળા નાણાં પર આ સર્જિકલ સ્ટ્રાઇક નહી પણ ભારતની જનતા પર ફાયર બોમ્બિંગ કર્યું છે.

Rahul gandhi

તમારા પૈસે અમીરોના દેવા માફ
8 લાખ કરોડ રૂપિયા ભારતના 50 પરિવારોએ બેંકોથી લઇને રાખ્યા છે. નરેન્દ્ર મોદીએ આ લોકોથી પૈસા નથી લઇ શકતા. માટે તેમણે 99 ટકા ગરીબ લોકોથી પૈસા છીણવીને તેને બેંકમાં નખાવ્યા છે. અને આવનારા દિવસોમાં મોદી આ પૈસાથી આ પરિવારોના 8 લાખ કરોડ રૂપિયાના દેવાને માફ કરશે.
મોદીજીનું પ્લાનિંગ ઠીક છે
કેટલાક લોકો કહે છે કે મોદીજીનું પ્લાનિંગ ખોટું છે. પણ હું કહુ છું કે તેમનું પ્લાનિંગ બિલકુલ ઠીક છે. કારણ છે તેનું પાછળનું લક્ષ્ય. પૈસાની સીમા જાણી જોઇને નક્કી કરવામાં આવી છે. જેથી કરીને તમારા પૈસા બેંકોમાં જમા રહે. આવનારા સમયમાં 8 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવશે. જે તમારી મહેનતના હશે.
99 ટકા લોકો નોટબંધી વિરુદ્ધ
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ દેશથી ભષ્ટ્રાચાર દૂર કરવા માંગે છે. કેન્દ્ર સરકારે તેવો કોઇ નિર્ણય નથી લીધો જેનું અમે સમર્થન કરીએ. પણ નોટબંધીનો આ નિર્ણય તો ભષ્ટ્રાચાર અને કાળા નાણાં બન્નેની વિરુદ્ધ છે. એટલું જ નહીં ગરીબ અને 99 ટકા લોકોના વિરુદ્ધ છે. આ નિર્ણય ગરીબો, મજૂરો અને ખેડૂતોના વિરુદ્ધ છે.
ખેડૂતોના દેવા પર ચુપ્પી
રાહુલ ગાંધીએ કહ્યું કે ગરીબ પ્રામાણિક લોકોનું મોદીજી કહ્યા વગર લોહી નીકાળી રહ્યા છે. જે જ્યારે પીએમને મળીને ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરી તો તેમણે એક શબ્દ પણ નહતો કહ્યો.
માલ્યાને 1200 કરોડ રૂપિયાની ટ્રોફી
8 નવેમ્બર પછી નરેન્દ્ર મોદીએ 1200 કરોડ રૂપિયાની ટ્રોફી વિજય માલ્યાને આપી. તેનું દેવું માફ કરી દીધુ. વધુમાં સ્વિઝ બેંક પર ટિપ્પણી કરતા રાહુલે કહ્યું કે સ્વિટ્ઝરલેન્ડની સરકારે સ્વિસ બેંકની લિસ્ટ મોદી સરકારને આપી છે. તે તમામ નામ સરકાર પાસે છે. અમે અનેક વાર સંસદમાં કહ્યું છે કે તે ચોર લોકોના નામ સંસદમાં આપો.
ડરી ગયા છે મોદી
જનતાના સવાલોને જોઇને નરેન્દ્ર મોદી ડરી ગયા છે. મોદી તે 50 પરિવારોના કારણે આ સત્તામાં આવ્યા છે. અને તેના કારણે જ ટીવી પર આવે છે. અને તેમના મોટા મોટા પોસ્ટર લગાવવામાં આવે છે. તેનાથી બચવા માટે કાળાનાણા પર સર્જિકલ સ્ટ્રાઇકનો આઇડિયા નીકાળવામાં આવ્યો છે.

English summary
Rahul GAndhi takes on PM modi over demonetisation in Jaunpur.
Please Wait while comments are loading...