For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરી ગયા છે.

|
Google Oneindia Gujarati News

યુનાઈટેડ નેશન્સમાં જે રીતે ચીને એકવાર ફરીથી જૈશના આતંકી પ્રમુખ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવાની રાહમાં રોડુ નાખ્યુ તે બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટોણો માર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરી ગયા છે. રાહુલે કહ્યુ કે પીએમ મોદી નબળા પ્રધાનમંત્રી છે અને તે જિનપિંગ સામે ઝૂકી ગયા છે.

rahul gandhi

મોદીની કૂટનીતિ, ઝૂલા ઝૂલો

રાહુલ ગાંધીએ કહ્યુ કે જે રીતે ચીને યુએનમાં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવાની રાહમાં રોડુ નાખ્યુ તે બાદ પ્રધાનમંત્રી મોદીના મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો નથી. રાહુલે પીએમને ટોણો મારતા કહ્યુ કે નમોની કૂટનીતિ એ છે કે ગુજરાતમાં જિનપિંગ સાથે ઝૂલા ઝૂલો, દિલ્લીમાં જિનપિંગને ગળે મળો, ચીનમાં જિનપિંગ સામે ઝૂકી જાઓ. રાહુલ ગાંધીએ એક સમાચારની લિંક પણ ટ્વીટમાં શેર કરી છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે મસૂદ અઝહરને ચોથી વાર ચીને બચાવ્યુ.

ચીને રાહમાં રોડુ નાખ્યુ

તમને જણાવી દઈએ કે મસૂદને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના પ્રસ્તાવની થોડી મિનિટ પહેલા ચીને વીટોનો ઉપયોગ કરીને પ્રસ્તાવ પર રોક લગાવી દીધી. 2017માં ચીને અડિંગો લગાવીને જૈશ પ્રમુખ મસૂદને વૈશ્વિક આતંકી ઘોષિત થવાથી બચાવી લીધો હતો. તે સમયે ચીને મસૂદના પક્ષમાં તર્ક આપ્યો હતો કે તે બહુ બિમાર છે અને હવે સક્રિય નથી અને ના તે જૈશનો પ્રમુખ છે.

10 દેશોએ આપ્યુ ભારતને સમર્થન

તમને જણાવી દઈએ કે યુએનજીસી દ્વારા 1267 ગ્લોબલ આતંકીઓની લિસ્ટમાં મસૂદ અઝહરનું નામ શામેલ કરવાની ડેડલાઈનને જોતા આ મુદ્દે ઘણા દેશોએ ભારતનું સમર્થન કર્યુ હતુ. પરંતુ છેલ્લી ઘડીએ ચીને પોતાના વીટોનો ઉપયોગ કર્યો અને ભારતની બધી આશાઓ પર પાણી ફેરવી દીધુ. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી રૂપે ઘોષિત કરવા માટે 10થી વધુ દેશોએ ભારતનું સમર્થન કર્યુ હતુ.

આ પણ વાંચોઃ દિલ્લીમાં અક્ષય કુમાર બની શકે છે ભાજપના ઉમેદવાર, આ સીટથી ચૂંટણી લડવાની અટકળોઆ પણ વાંચોઃ દિલ્લીમાં અક્ષય કુમાર બની શકે છે ભાજપના ઉમેદવાર, આ સીટથી ચૂંટણી લડવાની અટકળો

English summary
Rahul Gandhi taunts Narendra Modi after China blocks the way to declare Masood Azhar global terrorist in UNSC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X