રાહુલ ગાંધી આજે ઉપવાસ કરશે, ભાજપ કંઈક આ રીતે જવાબ આપશે

Posted By:
Subscribe to Oneindia News

બજેટ સત્રનું બીજું ચરણ પણ હંગામાને કારણે બરબાદ થઇ ગયું. તેના માટે ભાજપ અને કોંગ્રેસ એકબીજાને દોષ આપી રહી છે. એક તરફ જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઉપવાસ પર ઉતરશે તો બીજી બાજુ ભાજપા સંસદ પણ 12 એપ્રિલે ઉપવાસ પર બેસી રહ્યા છે. આજે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સરકારની નિષ્ફળતા વિરુદ્ધ અને સંસદની પ્રક્રિયા નહીં થવા વિરુદ્ધ ઉપવાસ પર ઉતરી રહ્યા છે. રાહુલ ગાંધીના ઉપવાસ પર દેશ ભરના કોંગ્રેસ નેતાઓ ઉપવાસ પર ઉતરી રહ્યા છે.

ગાંધીજી ની સમાધિ સ્થળ પર ઉપવાસ

ગાંધીજી ની સમાધિ સ્થળ પર ઉપવાસ

રાહુલ ગાંધી સાથે દેશ ભરના કોંગ્રેસ નેતાઓ ઉપવાસ કરશે અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરશે. રાહુલ ગાંધી દિલ્હી સ્થિત મહાત્મા ગાંધી સમાધિ સ્થળ પર ઉપવાસ શરૂ કરશે. આ દરમિયાન તેમની સાથે પાર્ટીના ઘણા નેતાઓ હશે. કોંગ્રેસના ઉપવાસનો જવાબ ભાજપે પણ ઉપવાસ થી આપવાનો નિર્ણય કર્યો છે.

ઘણા મુદ્દાઓ પર ચર્ચા નથી થયી

ઘણા મુદ્દાઓ પર ચર્ચા નથી થયી

રાહુલ ગાંધી સાથે દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકન પણ ઉપવાસ પર બેસી રહ્યા છે અને ઘણા કાર્યકર્તાઓ પણ હાજર રહેશે. કોંગ્રેસ ઘ્વારા મોદી સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને સંસદ ચાલવા નથી દીધી. જેના કારણે સીબીએસઈ પેપર લીક, પીએનબી ઘોટાળો, કાવેરી મુદ્દો જેવા અગત્યના મુદ્દા ચર્ચામાં આવ્યા જ નહીં.

અમિત શાહે વિપક્ષ પર ઠીકરું ફોડ્યું

અમિત શાહે વિપક્ષ પર ઠીકરું ફોડ્યું

સંસદ નહીં ચાલવા બાબતે અમિત શાહે કોંગ્રેસને જવાબદાર ગણાવી છે અને તેમને એલાન કર્યું છે કે 12 એપ્રિલે ભાજપા સંસદ ઉપવાસ પર બેસશે. ભાજપે આરોપ લગાવ્યો છે કે તમામ વિપક્ષી દળ દલિત સમુદાય સાથે જોડાયેલા મુદ્દાને લઈને દેશનો માહોલ ખરાબ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે અને તેઓ હિંસા ભડકાવવા માંગે છે. તેમને જણાવ્યું કે ભાજપ એક માત્ર દલિત સમર્થક પાર્ટી છે.

English summary
Congress president Rahul Gandhi to sit on fast against the no work in Parliament in this budget session. He will be joined by other leader.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.