Budget session 2021: આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલશે રાહુલ ગાંધી
Budget session 2021: Rahul Gandhi Will Speak In Lok Sabha Today on Farm Laws: નવી દિલ્લીઃ પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર જવાબ આપ્યો છે જેમાં તેમણે ઘણા મહત્વના મુદ્દાઓ પર પોતાની વાત રાખી. ખેડૂત આંદોલન પર બોલતા તેમણે કહ્યુ કે તેમની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે અને જે કાયદો તે લઈને આવ્યા છે તેનાથી ખેડૂતોને લાભ મળશે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યુ કે ખેડૂતોના હિત માટે બનાવવામાં આવેલ કૃષિ કાયદામાં એમએસપી જેવી પહેલા હતી તેવી જ રહેશે. તેમાં કોઈ ફેરફાર નહિ થાય. ખેડૂતોએ આંદોલન ખતમ કરવુ જોઈએ.
વળી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભામાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી સતત ટ્વિટ દ્વારા પીએમ મોદી અને તેમની સરકાર પર કૃષિ કાયદા પર નિશાન સાધી રહ્યા છે. એવામાં આજે દરેકની નજર તેના પર છે કે તે આજે સંસદમાં શું બોલશે. તમને જણાવી દઈએ કે જ્યાં એક તરફ કૃષિ કાયદા માટે સંસદમાં ગરમાગરમી થવાની સંભાવના છે ત્યાં બીજી તરફ ગુલામનબી આઝાદને આજે રાજ્યસભામા વિદાય આપવામાં આવશે.
ચંપારણ જેવી દૂર્ઘટના સહન કરવા જઈ રહ્યુ છે ભારતઃ રાહુલ ગાંધી
ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલન વિશે મોદી સરકાર પર નિશાન સાધનાર રાહુલ ગાંધીએ આ પહેલા ટ્વિટ કરીને કહ્યુ હતુ કે મોદી સરકારની ઉદાસીનતા અને અહંકારે 60થી વધુ ખેડૂતોના જીવ લીધા છે. ખેડૂતોના આંસુ લૂછવાના બદલે આ સરકાર તેમના પર અશ્રુ ગેસના ગોળા છોડી રહી છે. આ પ્રકારની ક્રૂરતા સાંઠગાંઠવાળા અમીરોના હિતોની રક્ષા માટે છે. દેશ એક વાર ફરીથી ચંપારણ જેવી દૂર્ઘટના સહન કરવા જઈ રહ્યો છે. ત્યારે અંગ્રેજ કંપની બહાદૂર હતા હવે મોદી-મિત્ર કંપની બહાદૂર છે. પરંતુ આંદોલનના દરેક ખેડૂત-મજૂર સત્યાગ્રહી છે જે પોતાનો અધિકાર લઈને જ રહેશે.
સ્મૃતિ ઈરાને કર્યો રાહુલ ગાંધી પર કટાક્ષ
જ્યારે કાલે રાહુલ ગાંધીએ બજેટ વિશે મોદી સરકાર પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે બજેટમાં સૈનિકોના પેન્શનમાં ઘટાડો, ના જવાન ના કિસાન, મોદી સરકાર માટે 3-4 ઉદ્યોગપતિ મિત્ર જ ભગવાન. ત્યારે અમેઠી સાંસદ સ્મૃતિ ઈરાનીએ તેમના પર કટાક્ષ કરીને કહ્યુ કે મને ખબર છે કે રાહુલ ગાંધીનો અત્યારે બધો સમય બજેટની ઉણપો શોધવામાં લાગી રહ્યો છે. જોકે તેમને એક પણ ઉણપ મળી નથી. પરંતુ તે બોલતા જ જઈ રહ્યા છે. અરે, તેમણે એક નેતા હોવાના નાતે પોતાનો સમય એવી વસ્તુઓમાં લગાવવો જોઈએ જેનાથી દેશના નાગરિકનુ ભલુ થાય.
21 માર્ચે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે સૌથી વિશાળ Asteroid