નવી દિલ્હી, 1 માર્ચ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આસામના જોરહાટમાં રેલી દરમિયાન રાહુલ ગાંધીને ચૂંબન કરનાર મહિલાને તેના પતિએ જીવતી સળગાવી દિધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કહેવામાં આવે છે કે તેના પતિએ તેને આગના હવાલે કરી દિધી હતી. જો કે તે જીવિત છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે. જોરહાટની રેલી દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે મહિલાઓના મુદ્દા જાણવા માટે તેમની વચ્ચે પહોંચ્યા હતા ત્યારે મહિલાઓ તેમને ઘેરી લીધા હતા અને એક મહિલાએ તેમને ચૂંબન કરી લીધું હતું.
આ દરમિયાન રાહુલ ગાંધીનો ચહેરો જોવા લાયક હતો. તે શરમના માર્યા લાલ થઇ ગયા હતા, પરંતુ રાહુલ ગાંધી પણ શું કરતાં તે અસહજ સ્થિતીનો સામનો કરવા માટે તેમની પાસે બીજો રસ્તો ન હતો. બસ હસતા રહી ગયા.
રાહુલ ગાંધી મહિલા કાર્યકર્તાઓ સાથે કેટલાક મુદ્દાઓ જેમ કે પાર્ટી, સંગઠન, લોકસભા ચૂંટણીની તૈયારી અને મહિલા સશક્તિકરણ વગેરે પર વિચાર કરવા માંગે છે. રાહુલ ગાંધી કોઇ વાત શરૂ કરે તે પહેલાં જ એક મહિલાએ પાછળથી આવીને તેમના ગાલ પર ચૂંબન ચોંડી દિધું હતું અને ત્યારબાદ અન્ય મહિલા કાર્યકર્તાઓએ પણ વારાફરતી રાહુલ ગાંધીને ચૂંબન કર્યા હતા. રાહુલ ગાંધી બસ હસતા રહ્યાં પરંતુ પછી ત્યાં બેસવાની હિંમત ન થઇ અને સભા ખતમ કરી જતા રહ્યાં હતા.