રેલ્વે અકસ્માતો: સુરેશ પ્રભુ રાજીનામું આપવાની વાત કહી

Posted By:
Subscribe to Oneindia News

એક જ અઠવાડિયામાં ઉત્તર પ્રદેશ એક પછી એક બે અકસ્માતો થતા રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને પોતાનું રાજીનામું આપવાની વાત કરી હતી. રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુએ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું હતું. તેમણે ટ્વિટમાં કહ્યું કે મેં વડાપ્રધાન સાથે મુલાકાત કરી આ ઘટનાની સંપૂર્ણ નૈતિક જવાબદારી મારી પર લીધી છે. જો કે વડાપ્રધાન મને હાલ રાહ જોવાનું કહ્યું છે. રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ સાથે જ જણાવ્યું કે રેલ્વે દુર્ધટનામાં મૃત્યુ પામેલા લોકો અંગે શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે બે મોટા અકસ્માતો પછી વિપક્ષે રેલ્વે મંત્રી સુરેશ પ્રભુના રાજીનામાંની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે 5 દિવસમાં જ યુપીમાં બીજો રેલ્વે અકસ્માત થતા રેલ્વે બોર્ડના ચેરમેન એ.કે.મિત્તલે બુધવારે સવારે જ પોતાનું રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા જ એ.કે મિત્તલ નિવૃત્ત થઇ ચૂક્યા હતા પણ તેમને ફરીથી બે વર્ષ માટે ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

a k mittal

ત્યારે મિત્તલના રાજીનામાં પછી રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુ પર પણ રાજીનામું આપવાનો દબાવ વધ્યો હતો. જો કે તેમનું રાજીનામું હજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું નથી. અને તેમને થોડા સમય રાહ જોવાનું કહ્યું છે. ત્યારે જોવાનું તે રહે છે કે વડાપ્રધાન સુરેશ પ્રભુનું રાજીનામું હવે સ્વીકારે છે કે નહીં? 

English summary
Rail minister Suresh Prabhu meets pm and offers to resign. Read more on this here.
Please Wait while comments are loading...