For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ, હરિયાણા સહિત અન્ય જગ્યાઓએ કૃષિ કાયદાના વિરોધમાં રેલવે પાટા પર સૂઈ ગયા ખેડૂતો, 25 ટ્રેનો રોકી

ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિએ રેલ રોકો આંદોલન હેઠળ અમૃતસરમાં રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કર્યુ.

|
Google Oneindia Gujarati News

Rail Roko: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ 3 કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલ સંયુક્ત ખેડૂત મોરચાને ગુરુવારે દેશભરમાં રેલ રોકો કાર્યક્રમનુ આહ્વાન કર્યુ છે. દિલ્લીની સીમા પર ખેડૂત છેલ્લા ઘણા દિવસોથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે મોદી સરકાર ત્રણે કાયદાને રદ કરે. કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલ ખેડૂતોના નેતાઓએ આ રેલ રોકોનો કાર્યક્રમ શાંતિપૂર્ણ કરવાનુ આહ્વાન કર્યુ છે. ખેડૂતોએ રેલ રોકો કાર્યક્રમને ચાર કલાક સુધી કરવાનુ આહ્વાન કર્યુ છે. ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિએ રેલ રોકો આંદોલન હેઠળ અમૃતસરમાં રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કર્યુ.

farmers

પંજાબ, બિહાર, દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં ખેડૂતોએ વિરોધ સ્વરૂપ ટ્રેનના પાટા પર સૂઈ ગયા અને તેમણે આખો ટ્રેક જામ કરી દીધો. બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આયોજિત આ રેલ રોકો હેઠળ હજારોની સંખ્યમાં ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. 26 જાન્યુઆરીએ દિલ્લીમાં ટ્રેક્ટર માર્ચ, 6 ફેબ્રુઆરીએ દેશવ્યાપી ચક્કાજામ બાદ આ 18 ફેબ્રુઆરીએ હવે રેલ રોકો આંદોલન આયોજિત કરવામાં આવ્યુ છે. આના કારણે પંજાબ, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા સહિત અન્ય રાજયોમાં રેલવે સુરક્ષા વિશેષ બળની 20 વધુ કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિએ રેલ રોકો આંદોલન હેઠળ અમૃતસરમાં રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કર્યુ. હરિયાણામાં રેલ રોકો આંદોલનના કારણે ખેડૂતોએ પલવલમાં રેલવે ટ્રેકને બ્લૉક કર્યો.

તમને જણાવી દઈએ કે કૃષિ કાયદાના વિરોધમાં દિલ્લીના સિંધુ, ટિકરી અને ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન 90 દિવસથી ચાલુ છે. એક તરફ સરકારે ફરીથી વાતચીતના રસ્તા ખુલ્લા હોવાની વાત કહી છે. વળી, ખેડૂતો કાયદો રદ કરવાની માંગ પર અડદગ છે. જેના કારણે સરકારે આ બધી સીમાઓ પર સુરક્ષા વધારી દીધી છે.

પીએમ મોદીએ અસમમાં 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નુ કર્યુ ઉદઘાટનપીએમ મોદીએ અસમમાં 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નુ કર્યુ ઉદઘાટન

English summary
Rail Roko: Farmers lying on railway tracks, 25 trains stopped.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X