For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યાત્રીઓના ખિસ્સા પર કાતર, કેન્સલ ટિકિટથી રેલવેએ 1.5 હજાર કરોડ કમાયા

યાત્રીઓના ખિસ્સા પર કાતર, કેન્સલ ટિકિટથી રેલવેએ 1.5 હજાર કરોડ કમાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ પાછલા નાણાકીય વર્ષમાં ટિકિટ કેન્સલેશનથી તગડી રકમ કમાઈ છે. આ ખુલાસો આરટીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે. વર્ષ 2018-19માં રેલવેએ ટિકિટ કેન્સલેશનમાં 1536 કરોડથી પણ વધુ રૂપિયા કમાયા છે. જ્યારે આરટીઆઈ કાર્યકર્તાએ રેલવેને પૂછ્યું કે રેલવેની આટલી તગડી રકમ બાદ શું આ ચાર્જ ઘટાડવાનું વિચારી રહ્યા છો?

ટિકિટ રદ્દ થતાં રેલવે માલામાલ

ટિકિટ રદ્દ થતાં રેલવે માલામાલ

ટિકિટ રદ્દ કરવાના મામલે રેલવેને થઈ રહેલ આ તગડી આવકની જાણકારી મધ્ય પ્રદેશના નીમચના રહેવાસી એક આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડ કી મળી છે. તેમણે રેલવે સૂચના પ્રણાલી કેન્દ્રથી અલગ-અલગ સમયે આવેદન કરી આ સૂચના પ્રાપ્ત કરી છે. આ જાણકારી મુજબ 2018-19માં રેલવેને ટિકિટ રદ્દ કરાવવાની પ્રક્રિયામાં 1536.85 કરોડ રૂપિયા મળ્યા છે.

ટિકિટ કેન્સલેશન ચાર્જ ઘટશે

ટિકિટ કેન્સલેશન ચાર્જ ઘટશે

ખાસ વાત એ છે કે અન-રિઝર્વ્ડ ટિકિટ સિસ્ટમ અંતર્ગત ટિકિટ કેન્સલેશનમાં પણ રેલવેએ 18.23 કરોડ રૂપિયાનો ખજાનો હાંસલ કર્યો છે. જો કે ગૌડને હવે એ વાતનો ઈંતેજાર છે કે રેલવે પોતાના આ શુલ્કને ઓછો કરવા પર કેવા પ્રકારે વિચાર કરી રહ્યું છે? ગૌડે કહ્યું કે, 'આ સવાલના જવાબનો મને હજુ ઈંતેજાર છે. રેલ ટિકિટ રદ્દ કરવાને બદલે યાત્રીઓ પાસેથી વસૂલવામા આવી રહેલ શુલ્કને વ્યાપક જનહિતમાં જલદી ઘટાડવો જોઈએ.'

યાત્રીઓના ખિસ્સા પર કાતર

યાત્રીઓના ખિસ્સા પર કાતર

ઉલ્લેખનીય છે કે રેલવે ટ્રેન રવાના થયાના 48 કલાક પહેલા સુધી સેકન્ડ ક્લાસના રિઝર્વ ટિકિટ માટે જીએસટી ઉપરાંત 60 રૂપિયા, સ્લીપર ક્લાસ માટે 120 રૂપિયા, 3 એસી ઈકોનોમી/ 3એસી/ એસી સિટિંગ કોચ માટે 180 રૂપિયા, 2 એસી માટે 200 રૂપિયા અને 1 એસીના 240 રૂપિયા કપાય છે. જ્યારે ટ્રેન રવાના થયાના પહેલાના 48 કલાક અને 12 કલાકની વચ્ચે ભાડાના ઓછામાં ઓછા 25 ટકા અને 4 કલાકથી 12 કલાક સુધી ભાડાની 50 ટકા રકમ કપાય છે. જ્યારે ચાર્ટ બન્યા બાદ તો રેલવે ટિકિટ કેન્સલ કરવા પર એકપણ રૂપિયો નથી આપતું.

મુંબઈકરોને મોટી રાહત, આગામી 48 કલાકમાં વરસાદ તબાહી નહિ મચાવે મુંબઈકરોને મોટી રાહત, આગામી 48 કલાકમાં વરસાદ તબાહી નહિ મચાવે

English summary
railway collected 1536 crore rupee from cancel ticket in 2018-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X