રેલ્વેએ કર્યો મોટો નિર્ણય,દરેક ડબ્બામાંથી એક ટોયલેટ થશે ઓછો

Written By:
Subscribe to Oneindia News

ભારતીય રેલ્વે ટ્રેનોના ડબ્બામાં મોટા પાયે સુધારો કરવાનો નિર્ણય કરી રહી છે. રેલ્વેએ નિર્ણય કર્યો છે કે, લગભગ 40 હજાર ડબ્બામાથી એક-એક ટોયલેટને ઓછા કરવામાં આવશે. વાસ્તવમાં ટ્રેનની અંદર મુલાફરોના જમવાની થાળીઓ રાખવાની અને રસોઈયાને રાખવા માટેની જગ્યા રહેતી નથી તેથી રેલ્વેએ આ નિર્ણય કર્યો છે. દરેક ડબ્બામાંથી એક ટોયલેટને હટાવીને તેની જગ્યાએ આ તમામ વસ્તુ રાખવામાં આવે.

railway

અત્રે ઉલ્લેખનિય છે કે ટ્રેનના દરેક ડબ્બામાં ચાર ટોયલેટ આવેલા હોય છે. જો તેમાંથી એક હટાવી નાખવમાં આવે તો ત્રણ ટોયલેટ બચે છે. અત્યાર સુધી યાત્રિકોને આપવામાં આવતી ભોજનની થાળી દરવાજા પાસે રાખવામા આવતી હતી. જે કોઈ પણ રીતે સ્વાસ્થય માટે યોગ્ય ન હતી .આ કારણથી જ રેલ્વે એ આ નિર્ણય કર્યો છે.
40 હજાર રેલ્વેના ડબ્બાઓને રીડિઝાઈન કરવામાં આવશે. તેના માટે સ્પેન અને ચીનથી લોકોને બોલાવામાં આવી રહ્યા છે. ભારતીય રેલ્વેમાં જર્મન ડિઝાઈનથી બનેલા 5 હજાર એલએચબી ડબ્બાઓ પણ ઉમેરવમાં આવશે. આ નવી ડિઝાઈનના ડબ્બાઓમાં 4 ટોયલેટ સિવાય સામાન રાખવાની જગ્યા પણ હશે. ભારતીય રેલ્વેએ નિર્ણય કર્યો છે કે, હવે નવા બનતા તમામ રેલ્વે કોચ એલએચબી ડિઝાઈનના જ બનાવવમાં આવશે.

English summary
railway to remove one toilet from every coach of the train.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.