For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડમાં બૉમ્બથી ઉડાવવામાં આવ્યો રેલવે ટ્રેક, પાટા પરથી ઉતર્યુ ડીઝલ એન્જિન, નક્સલીઓનો હાથ હોવાની શંકા

ઝારખંડના ધનબાદમાં અમુક ઉપદ્રવીઓએ રેલવે ટ્રેક પર વિસ્ફોટક લગાવ્યુ જેનાથી વિસ્ફોટ બાદ એક ડીઝલ એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયુ.

|
Google Oneindia Gujarati News

ધનબાદઃ ઝારખંડના ધનબાદમાં અમુક ઉપદ્રવીઓએ રેલવે ટ્રેક પર વિસ્ફોટક લગાવ્યુ જેનાથી વિસ્ફોટ બાદ એક ડીઝલ એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયુ. આ ઘટના પાછળ નક્સલીઓનો હાથ જણાવવામાં આવી રહ્યો છે. દૂર્ઘટનાના કારણે ઘણી ટ્રેનોને કેન્સલ કરવી પડી છે. આ બૉમ્બ બ્લાસ્ટમાં કોઈના મોતના સમાચાર નથી પરંતુ રેલવે ટ્રેક ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. ઘટના સ્થળે સ્થાનિક પોલિસ, રેલવે સુરક્ષા બળ અને ધનબાદ મંડળના રેલવે અધિકારી પહોંચ્યા છે. ઘટનાની તપાસ ચાલી રહી છે.

jharkhand

ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં નક્સલી ઘટનાઓ વધી રહી છે અને આ ઘટના બાદ તેમણે ધનબાદમાં પોતાની હાજરી નોંધાવવાની કોશિશ કરી છે. બૉમ્બ વિસ્ફોટ થવાની પુષ્ટ ખુદ રેલવેએ કરી છે. અધિકારીઓએ જણાવ્યુ કે ધમાકો ધનબાદ ડિવીઝનમાં ગરવા રોડ અને બરકાકાના ખંડ વચ્ચે થયો હતો. બૉમ્બ વિસ્ફોટનો સમય શુક્રવારે મોડી રાતે 12.50 મિનિટે જણાવવામાં આવ્યો. ધમાકાના કારણે એક ડીઝલ લોકોમોટિવ એન્જિન પાટા પરથી ઉતરી આવ્યુ.

જો કે હજુ કોઈ પણ નક્સલી સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી. તમને જણાવી દઈએ કે હાલમાં જ ધરપકડ કરાયેલ એક કરોડના ઈનામી નક્સલી પ્રશાંત બોસ અને તેની પત્નીને આઝાદ કરાવવા માટે નક્સલીઓએ 19-20 નવેમ્બર સુધી ભારત બંધ રાખવાનુ એલાન કર્યુ છે. નક્સલીઓએ ટોરી રિચુઘુટા ડેમ સ્ટેશનનો રેલવે ટ્રેક પણ ઉડાવી દીધો જેના કારણે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. આ દરમિયાન નક્સલીઓના તાંડવને જોતા પોલિસ પ્રશાસન એલર્ટ પર છે. વળી, સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણપણે તૈનાત રહેવાના નિર્દેશ છે.

English summary
Railway track blown up by bomb in Jharkhand diesel engine derailed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X