Rain Alert: ગુજરાત સહિત દેશના આ 14 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, IMDએ આપી ચેતવણી
મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આજે દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આજે દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદની એલર્ટ જારી કરી છે. વરસાદના કારણે મુંબઈના હાલ બેહાલ છે. ગુરુવારે મુંબઈથી ઉડાન ભરતી 30 ફ્લાઈટ રદ કરી દેવામાં આવી જ્યારે 118 ફ્લાઈટો લેટ પડી. રેલવેએ પણ ટ્રેક ડૂબી જવાના કારણે 10 ટ્રેનો રદ કરી દીધી.

આગામી ત્રણ દિવસ સુધી થશે ભારે વરસાદ
હવામાન વિભાગે આજે પણ મુંબઈ, ઠાણેમાં હળવા વરસાદની વાત કહી છે જ્યારે આગામી બે દિવસ માટે મહારાષ્ટ્રના પૂણે, રાયગઢ, રત્નાગિરી, સિંધુદૂર્ગ અને પાલઘર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. આ પહેલા વિભાગે મુંબઈ સહિત ગોવા, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગનું કહેવુ છે કે આગામી ત્રણ દિવસ સુધી આ રાજ્યોમાં જોરદાર વરસાદ થશે.

જાણો ક્યાં જાહેર થયુ એલર્ટ
6 સપ્ટેમ્બરઃ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાન, પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, તેલંગાનામાં પણ થશે વરસાદ.
7 સપ્ટેમ્બરઃ ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અસમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને કેરળાં ભારે વરસાદની સંભાવના.
8 સપ્ટેમ્બરઃ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, અંદમાન અને નિકોબાર, ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, અસમ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના.

હળવાથી મધ્ય વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી અમુક કલાકોમાં ગોવા, ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના તરાઈવાળા વિસ્તારોમાં એક-બે સ્થળો, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં અલગ અલગ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

એમપીના 18 જિલ્લામાં આજે ભારે વરસાદ
મધ્ય પ્રદેશના 18 જિલ્લામાં આજે ભારે વરસાદ થઈ શકે છે. વિભાગના જણાવ્યા મુજબ આજે એમપીના હોશંગાબાદ, ખંડવા, બેતુલ, ગુના, ધાર, રાજગઢ, મંદસૌર, રાયસેન, સીહોર, નરસિંહપુર, હરદા, ઉમરિયા, સીધી, રીવા, સિંગરૌલી, શહડોલ તેમજ નીમચમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં આજે વીજળી ચમકવા સાથે ભારે વરસાદ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
