For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં ભારે પવન અને વરસાદથી ગરમીમાં રાહત, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી, વિજળી ડૂલ

દેશની રાજધાનીમાં ભારે વરસાદ અને આંધીના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશની રાજધાનીમાં ભારે વરસાદ અને આંધીના કારણે એક તરફ લોકોને ભીષણ ગરમીથી રાહત મળી છે ત્યાં બીજી તરફ ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા, વિજળીના તાર તૂટી ગયા અને વિજળી ડૂલ થઈ ગઈ છે. આજે સવારે દિલ્લીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો, જેના કારણે ઘણી જગ્યાએ વિજળીની સપ્લાય બંધ થઈ ગઈ. હવામાન વિભાગ તરફથી માહિતી આપવામાં આવી છે કે આખા દિલ્લી, એનસીઆર, લોની દેહાત, હિંડન એરફોર્સ સ્ટેશન, બહાદૂરગઢ, ગાઝિયાબાદ, ઈંદિરાપુરમ, છપરૌલા, નોઈડા, દાદરી આસપાસ 60-90 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ તેજ અને મધ્યમ વરસાદ ચાલુ રહેશે. સાથે જ ગાજવીજ સાથે વરસાદ પણ આ વિસ્તારોમાં જોવા મળશે.

rain

ભારે પવન સાથેના વરસાદને કારણે દિલ્હીમાં ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા જેના કારણે માર્ગ અવરોધાયો હતો. ધૌલા કુઆંમાં વૃક્ષો તૂટવાને કારણે રોડ પરનું કામકાજ ખોરવાઈ ગયુ છે. જનપથ સહિત અનેક સ્થળોએ વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયુ છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે આકરો તાપ જોવા મળી રહ્યો હતો તેનાથી ગરમીમાં ઘણો વધારો થયો હતો. લોકોને રસ્તા પર નીકળવુ મુશ્કેલ બન્યું હતુ પરંતુ આજના વરસાદે લોકોને ગરમીમાંથી થોડી રાહત આપવાનું કામ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેજ પવન અને વરસાદની સૌથી વધુ અસર જમીનનો પારો ઘટાડવામાં જોવા મળી છે. આજે સવારે 5.40 થી સવારે 7 વાગ્યાની વચ્ચે તાપમાનનો પારો 11 ડિગ્રી ગગડ્યો હતો. તાપમાનનો પારો 29 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 18 ડિગ્રી પર આવી ગયો હતો.

નોંધનીય છે કે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનનો પારો નોંધપાત્ર રીતે વધી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો 50 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જેના કારણે લોકોનું જનજીવન મુશ્કેલ બન્યુ હતુ પરંતુ આજે પડેલા વરસાદને કારણે તાપમાનનો પારો નીચો આવી ગયો છે અને 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ભારે પવન અને વરસાદની અસર એરલાઇન્સ પર પણ જોવા મળી છે. દિલ્હી એરપોર્ટ દ્વારા કહેવામાં આવ્યુ છે કે મુસાફરોએ એરપોર્ટ પર આવતા પહેલા તેમની ફ્લાઈટ વિશે અપડેટ માહિતી મેળવી લેવી જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

English summary
Rain and strong wind in Delhi NCR people gets breather from intense heat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X