Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્લીમાં આજે ફરીથી થઈ શકે છે વરસાદ, IMDએ જણાવી બે દિવસના હવામાનની સ્થિતિ

ઉત્તરાખંડ અને યુપીમાં હાલમાં જ થયેલા ત્રણ દિવસના વરસાદથી બદલાયેલા હવામાનના મિજાજ વચ્ચે દિલ્લી-એનસીઆરમાં આજે ફરીથી વાદળો વરસી શકે છે.

નવી દિલ્લીઃ ઉત્તરાખંડ અને યુપીમાં હાલમાં જ થયેલા ત્રણ દિવસના વરસાદથી બદલાયેલા હવામાનના મિજાજ વચ્ચે દિલ્લી-એનસીઆરમાં આજે ફરીથી વાદળો વરસી શકે છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્લીમાં શનિવારે વાદળો છવાયેલા રહેશે અને સાંજે હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામણિએ આ વિશે વધુ માહિતી આપીને જણાવ્યુ કે શનિવારે જમ્મુ કાશ્મીરમાં વરસાદ થશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં પણ હળવા વરસાદની સંભાવના છે.

weather

આરકે જેનામણિના જણાવ્યા મુજબ, 'એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યુ છે. આના કારણે દિલ્લીમાં 23 ઓક્ટોબરની રાતે અથવા 24 ઓક્ટોબરની સવારે હળવો વરસાદ જોવા મળી શકે છે. જમ્મુ કાશ્મીર ઉપરાંત પંજાબમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. જો કે ઉત્તરાખંડમાં હવામાન સારુ રહેશે અને હાલમાં ત્યાં વરસાદના અણસાર નથી. લેટેસ્ટ રિપોર્ટ મુજબ આવતા બેથી ત્રણ વર્ષ દરમિયાન વરસાદની ગતિમાં કોઈ વિશેષ તેજી જોવા નહિ મળે. દેશભરમાં ચોમાસાની વાપસી ચાલુ છે અને રવિવારથી તે ઉત્તર પૂર્વ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાંથી હટી જશે.'

કુમાઉ ક્ષેત્રમાં હજુ પણ ફસાયા છે 700થી વધુ પર્યટક

તમને જણાવી દઈએ કે હાલમાં જ થયેલા ત્રણ દિવસના ભારે વરસાદે ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં જબરદસ્ત વિનાશ વેર્યો છે. વરસાદના કારણે સૌથી વધુ નુકશાન નૈનીતાલ જિલ્લામાં થયુ છે જ્યાં મૃતકોની સંખ્યા 40થી વધુ છે. વરસાદના કારણે બંધ થયેલા રસ્તાને હવે ખોલવામાં આવી રહ્યા છે પરંતુ હજુ પણ 700થી વધુ પર્યટક કુમાઉ ક્ષેત્રમાં ફસાયેલા છે. વળી, ઉત્તરાખંડના લમખાગામાં 18 ઓક્ટોબરે થયેલા ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનના કારણે 17 ટ્રેકર્સ રસ્તો ભટકી ગયા જેમાંથી 11ના શબ અત્યાર સુધી મળી શક્યા છે. અન્ય ટ્રેકર્સની શોધ માટે ભારતીય વાયુસેનાની ટીમને ઉતારવામાં આવી છે જે 17000 ફૂટની ઉંચાઈએ ટ્રેકર્સને શોધવામાં લાગ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X