For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં ફરી વરસાદ START, રાહત અને બચાવ કાર્ય STOP

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દેહરાદૂન, 24 જૂન: ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખંલનથી નાશ થયેલા વિસ્તારોમાં ચાલી રહેલું બચાવ અને રાહત કાર્ય ફરી વરસાદના કારણે રોકવું પડ્યું છે. વરસાદ બંધ થતાં ફરી રાહત અને બચાવ કાર્ય શરૂ થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે સ્થળોએ ભૂસ્ખલનની ઘટના ઘટી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદની આગાહી કરી હતી. કેટલાક સ્થળોએ વરસાદ થઇ રહ્યો છે અને 28 જૂન સુધી વરસાદ થવાની સંભાવના છે.

ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં ગત દિવસો દરમિયાન વાદળ ફાટવાથી આવેલા પૂરના કારણે થયેલી ભારે તબાહીને જોતાં ગત સાત દિવસોમાં બચાવ અને રાહત કાર્યના માધ્યમથી અત્યાર સુધી 80 થી 90 હજાર લોકોને નિકાળવવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી બહુગુણાએ જણાવ્યું હતું કે હવે લગભગ 15 હજાર લોકો ફસાયેલા છે.

ઉત્તરાખંડના ડિઝાસ્ટર મામલાના મંત્રી યશપાલ આર્યએ દાવો કર્યો છે કે રાજ્યમાં ગત દિવસોમાં આવેલી પ્રાકૃતિક આપત્તિમાં 5000થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. જો કે આ આપત્તિમાં મૃતકોની આધિકારીક સંખ્યા 680 બતાવવામાં આવી છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ શનિવારે મીડિયાને કહ્યું હતું કે આ ઘટનામાં એક હજારથી વધુ લોકોના મોત નિપજ્યાં છે. આ દરમિયાન કેદારનાથના ધારાસભ્ય શૈલા રાણી પહેલાં દિવસથી જ કહી રહ્યાં છે કે સૌથી વધુ પ્રભાવિત કેદારનાથમાં મૃતકોની સંખ્યા 4000 થી વધુ હોઇ શકે છે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડમાં હવામાન ખરાબ રહેવાની ચેતાવણી આપ્યાં બાદ બચાવ અભિયાનમાં જોડાયેલી તમામ એજન્સીઓ, ભૂમિ દળો, વાયુ સેના, આઇટીબીપી અને એનડીઆરએફ વગેરે બદ્રીનાથ સહિત ત્રણ વિસ્તારોમાં ફસાયેલા 10 હજાર લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે બચાવકાર્યમાં જોડાયેલા છે. ખરાબ વાતાવરણના કારણે હવાઇ અભિયાનોને પણ બંધ કરવું પડ્યું છે.

uttarakhand

નવી દિલ્હીમાં માહિતી ખાતાના મહાનિર્દેશક નીલમ કપૂરે જણાવ્યું હતું કે આજે બચાવવામાં આવેલા 12 હજાર લોકોને મીલાવીને અત્યાર સુધી 80 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યાં છે જ્યારે અત્યાર સુધી 10 લોકો વિભિન્ન સ્થળોએ ફસાયેલા છે. રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિજ્ઞપ્તિ અનુસાર ભારતીય વાયુ સેનાના અભિયાનમાં 45 હેલિકોપ્ટરે પોતાની 250 ઉડાનોમાં લગભગ 3,200 લોકોને ત્યાંથી નિકાળ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કેદારનાથ ઘાટીથી બધા લોકોને નિકાળી દેવામાં આવ્યાં છે જ્યારે બદ્રીનાથ, જંગલચટ્ટી, અને હર્ષિલ વિસ્તારમાં ફસાયેલા ત્રણ હજારથી વધુ લોકોને સુરક્ષા દળોએ સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. કેદારનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં હજુ સુધી કેટલીય લાશો પડી છે.

English summary
Nearly 15,000 people remain stranded in Uttarakhand; the return of bad weather is impeding rescue operations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X