For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત પાંચમા વર્ષે હવામાન ખાતાના અંદાજાથી ઓછો થયો વરસાદ

સતત પાંચમા વર્ષે હવામાન ખાતાના અંદાજાથી ઓછો થયો વરસાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હવામાન ખાતાનું કહેવું છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન જેટલા વરસાદની અપેક્ષા હતી તેટલો થયો નથી. આ વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશથી પણ વરસાદ ઓછો થયો છે. ઉત્તર ભારતના જે વિસ્તારોમાં વરસાદની ખાસ જરૂર હતી તેવા વિસ્તારોમાં પણ વરસાદ અનુમાનથી ઓછો થયો છે. હવામાન ખાતાએ આ વખતે પણ વરસાદને લઈને લગાવેલો અંદાજો ખોટો નીકળ્યો અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના કેટલાય વિસ્તારોમાં વરસાદ ના બરાબર જ થયો છે.

91 ટકા વરસાદ થયો

91 ટકા વરસાદ થયો

ચોમાસાના અંતમાં જુલાઈ-સપ્ટેમ્બર સુધીમાં વરસાદ સરેરાશ 91 ટકા રહ્યો, જે હવામાન ખાતાના અંદાજાથી બહુ ઓછો છે. સતત પાંચમા વર્ષે આવું થયું છે, જ્યારે હવામાન ખાતાએ વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. ભારતમાં દર વર્ષે થતા વરસાદના 70 ટકા ચોમાસા દરમિયાન જોવા મળે છે. ચોમાસામાં સરેરાશથી ઓછા થયેલા વરસાદની સૌથી મોટી અસર ખેતી પર જોવા મળી રહી છે.

આ વખતે પણ અંદાજો ખોટો પડ્યો

આ વખતે પણ અંદાજો ખોટો પડ્યો

ભારતીય હવામાન ખાતાએ અંદાજો સાચો પડે તે માટે અમેરિકાની ટેક્નિકથી ભારતનું મોડેલ તૈયાર કર્યું હતું. IMDનો અંદાજો હતો કે જૂન-સપ્ટેમ્બર સુધીનું ચોમાસું ભારતમાં ખાદ્ય અને વાવણીના હિસાબે મહત્વનું છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં ચોમાસું પરત જવાનું શરૂ કરી દે છે, પરંતુ આ વર્ષે એવું ન થયું અને લગભગ 4 અઠવાડિયા મોડું થયું.

અંદાજાથી ઓછો વરસાદ થયો

અંદાજાથી ઓછો વરસાદ થયો

ભારતીય હવામાન ખાતાએ આ વર્ષે સામાન્ય વરસાદ થવાનું અનુમાન જતાવ્યું હતું. જો કે 30 સપ્ટેમ્બરે સમાપ્ત થયેલ ચોમાસામાં વરસાદમાં 9.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આઈએમડીનું કહેવું છે કે ભારતના આઠ રાજ્યોમાં આ વર્ષે ઓછો વરસાદ થયો છે. જેમાં ચાર ઉત્તર પૂર્વના રાજ્ય (અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા) છે, જ્યારે મધ્ય ભારતના ત્રણ (પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર) અને એક ગુજરાત છે.

ઓછા વરસાદે ચિંતા વધારી

ઓછા વરસાદે ચિંતા વધારી

છેલ્લા 18માંથી 13 વર્ષ દરમિયાન ચોમાસા દરમિયાન વરસાદમાં ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન 2002, 2004, 2009, 2014, 2015, 2016 અને 2017 એમ 7 વર્ષ દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કેટલાય નિષ્ણાંતોનું માનવું છે કે આ કારણે ભારતના અનાજ ઉત્પાદન પર ભારે અસર પડી છે, જેને કારણે ચોમાસા દરમિયાન થતા વરસાદમાં ઘટાડાને પગલે ચિંતામાં વધારો થયો છે.

સાવધાન! થાઈલેન્ડનું આ ડરામણું મંદિર નરકથી ઓછું નથી, ફોટા જોઈને રૂંવાડા ઉભા થઈ જશે સાવધાન! થાઈલેન્ડનું આ ડરામણું મંદિર નરકથી ઓછું નથી, ફોટા જોઈને રૂંવાડા ઉભા થઈ જશે

English summary
monsoon 2018: rainfall below average and forecast weather office overestimated rains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X