For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rajasthan: એમ્બ્યુલન્સમાં ફ્યુલ ખુટ્યુ, દર્દીનુ રસ્તામાં જ મોત, પુત્રી- જમાઇ લગાવી રહ્યાં હતા ધક્કા

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના દાનાપુર વિસ્તારમાં એમ્બ્યુલન્સનું ઈંધણ અધવચ્ચે જ ખતમ થઈ જતાં એક દર્દીનું મોત થયું હતું. દર્દીની પુત્રવધૂએ એમ્બ્યુલન્સને એક કિલોમીટર સુધી ધક્કો માર્યો પણ દર્દીનો જીવ બચી શક્યો નહીં. આરોગ્ય વિભ

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના દાનાપુર વિસ્તારમાં એમ્બ્યુલન્સનું ઈંધણ અધવચ્ચે જ ખતમ થઈ જતાં એક દર્દીનું મોત થયું હતું. દર્દીની પુત્રવધૂએ એમ્બ્યુલન્સને એક કિલોમીટર સુધી ધક્કો માર્યો પણ દર્દીનો જીવ બચી શક્યો નહીં. આરોગ્ય વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

Rajasthan

મળતી માહિતી મુજબ બાંસવાડાના દાનાપુરમાં રહેતી 40 વર્ષીય તેજિયાની અચાનક તબિયત લથડી હતી. સંબંધીઓએ રાજસ્થાન સરકારની 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. તેજિયાને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. રસ્તામાં એમ્બ્યુલન્સ બાંસવાડાથી લગભગ 10 કિમી દૂર રતલામ રોડ પર ટોલ પાસે રોકાઈ હતી. એમ્બ્યુલન્સમાં ફ્યુલ ખતમ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યારે એમ્બ્યુલન્સ રસ્તા પર ઉભી રહી ત્યારે દર્દીની પુત્રી, જમાઈ અને અન્ય લોકોએ એમ્બ્યુલન્સને એક કિલોમીટર સુધી ધક્કો માર્યો હતો, પરંતુ ધક્કો મારનારાઓ પણ થાકી ગયા હતા અને દર્દીની તબિયત લથડતા તેનુ મોત થયું હતું. આ મામલે બાંસવાડા સીએમએચઓનું કહેવું છે કે અમને ઘટનાની જાણ થઈ અને તપાસ શરૂ કરી દીધી છે. પીડિતાના પરિવારજનોને મળશે અને બેદરકારી અંગે જાણકારી મેળવશે. ખાનગી એજન્સી દ્વારા 108 એમ્બ્યુલન્સ ચલાવવામાં આવી રહી છે. તે એમ્બ્યુલન્સની જાળવણી માટે જવાબદાર છે.

English summary
Rajasthan: Ambulance ran out of fuel, patient died on the way
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X