For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માસ્ક કાયદો અનિવાર્ય કરનાર પહેલુ રાજ્ય બન્યુ રાજસ્થાન

કોરોના વાયરસ મહામારીના કારણે રાજસ્થાન સરકાર માસ્ક પહેરવાને કાયદાકીય રીતે અનિવાર્ય બનાવવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીના કારણે રાજસ્થાન સરકાર માસ્ક પહેરવુ કાયદાકીય રીતે અનિવાર્ય બનાવવા જઈ રહી છે. રાજ્યમાં આજથી માસ્ક પહેરવુ અનિવાર્ય થઈ જશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે સોમવારે કહ્યુ કે રાજ્યમાં કોરોના સામે ચાલી રહેલ જન આંદોલન સાથે જ રાજ્ય સરકાર આજે કાયદો બનાવીને માસ્કને અનિવાર્ય કરવા જઈ રહી છે. માસ્કની અનિવાર્યતા વિશે કાયદો લાવનાર રાજસ્થાન દેશનુ પહેલુ રાજ્ય છે.

રાજસ્થાન આમ કરનાર પહેલુ રાજ્ય

રાજસ્થાન આમ કરનાર પહેલુ રાજ્ય

મુખ્યમંત્રી અશોક ગહેલોતે સોમવારે ટ્વિટ કરીને લખ્યુ, 'કોરોનાથી બચવા માટે માસ્કની અનિવાર્યતા માટે કાયદો લાવનાર દેશભરમાં રાજસ્થાન પહેલુ રાજ્ય હશે કારણકે કોરોનાથી બચવા માટે જ માસ્ક જ વેક્સીન છે અને આ જ બચાવ કરશે. રાજ્યમાં ચાલી રહેલ જન આંદોલન સાથે જ સરકાર આજે કાયદો બનાવીને માસ્કને અનિવાર્ય કરવા જઈ રહી છે.'

ક્યાંક ફરીથી લૉકડાઉન ન લગાવવુ પડે

ક્યાંક ફરીથી લૉકડાઉન ન લગાવવુ પડે

ગહેલોતે વધુ એક ટ્વિટમાં કહ્યુ, 'જર્મની, યુકે, ફ્રાંસ, ઈટલી, સ્પેન જેવા વિકસિત દેશોમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. ઘણા દેશોને તો ફરીથી લૉકડાઉન લગાવવા પર મજબૂર થવુ પડ્યુ છે. આપણે ત્યાં પણ આવી સ્થિતિ ઉત્પન્ન ન થઈ જાય તેના માટે સાવચેતી રાખવી પડશે.' તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં કોરોનાના કેસ 2 લાખના આંકડા પાસે પહોંચી ગયા છે. વળી, દેશમાં 82 લાખથી વધુ કોરોનાના કેસ છે. માનવામાં આવી રહ્યુ છે કે માસ્ક લગાવવાથી સંક્રમિત થવાની સંભાવના 90 ટકા ઘટી જાય છે.

ફટાકડા પર પણ લગાની રોક

ફટાકડા પર પણ લગાની રોક

રાજસ્થાન સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લઈને રાજ્યમાં ફટાકડા ફોડવા અને તેમના વેચાણ પર પણ રોક લગાવી દીધી છે. અશોક ગહેલોત વધુ એક ટ્વિટ કરીને લખ્યુ છે કે ફટાકડામાંથી નીકળતા ઝેરી ધૂમાડાથી કોવિડ સંક્રમિત રોગીઓ અને સાથે જ સામાન્ય જનના સ્વાસ્થ્યની રક્ષા માટે રાજ્યમાં ફટાકડાના વેચાણ તેમજ ફટાફડા ફોડવા પર રોક લગાવવા તથા ફિટનેસ વિનાના ધૂમાડો કાઢતા વાહનો પર કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. રાજસ્થાન સરકારે ફટાકડા બનાવવા માટે જારી કરેલ લાયસન્સને અસ્થાયી રીતે રદ કરી દીધુ છે.

SCએ ચૂંટણી પંચના આદેશ પર લગાવી રોક, કમલનાથને પાછો મળ્યો સ્ટાર પ્રચારકનો દરજ્જોSCએ ચૂંટણી પંચના આદેશ પર લગાવી રોક, કમલનાથને પાછો મળ્યો સ્ટાર પ્રચારકનો દરજ્જો

English summary
Rajasthan: Ashok Gehlot govt to make masks compulsory through law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X