Rajasthan Election: રાજસ્થાનમાં મતદાન શરુ, પીએમ મોદીએ મતદારોને કહ્યુ - વોટિંગનો નવો રેકૉર્ડ બનાવો
Rajasthan Assembly Election 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે શનિવારે 25 નવેમ્બરે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના તમામ મતદારોને રેકોર્ડ મતદાન કરવાની અપીલ કરી છે. રાજસ્થાન કોંગ્રેસે પણ મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે.
રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. શ્રી ગંગાનગરની કરણપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે આ વિસ્તારની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે.

રાજસ્થાન ચૂંટણીના પરિણામો 03 ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર લખ્યું, "રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થશે. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ અવસરે રાજ્યના તમામ યુવા મિત્રોને મારી શુભેચ્છાઓ કે જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે.
राजस्थान विधानसभा चुनाव के लिए आज वोट डाले जाएंगे। सभी मतदाताओं से मेरा निवेदन है कि वे अधिक से अधिक संख्या में अपने मताधिकार का प्रयोग कर वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने जा रहे राज्य के सभी युवा साथियों को मेरी ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 25, 2023
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. અમિત શાહે X (અગાઉનું ટ્વિટર) પર લખ્યું, 'માત્ર ભ્રષ્ટાચાર મુક્ત મજબૂત સરકાર જ વીરભૂમિ રાજસ્થાનના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકે છે. હું રાજસ્થાનના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરું છું. તમારો એક મત યુવાનોનું ભવિષ્ય, મહિલાઓની સુરક્ષા અને રાજ્યમાં તુષ્ટિકરણ મુક્ત શાસન સુનિશ્ચિત કરશે. પેલાં વોટ પછે રોટ!'
આ વખતે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કુલ 1862 ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા 5,25,38,105 છે. આ મતદારોમાં 18 થી 30 વર્ષની વયજૂથના 1,70,99,334 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 18-19 વર્ષની વયજૂથના 22,61,008 નવા મતદારો છે.












Click it and Unblock the Notifications
