For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

74.38 ટકા મતદાન સાથે ઇવીએમમાં બંધ થયું ગેહલોત-રાજેનું નસીબ

|
Google Oneindia Gujarati News

જયપુર, 2 ડિસેમ્બર: રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકો માટે રવિવારે થયેલા મતદાનની સાથે સાંજે પાંચ વાગે વોટિંગ સંપન્ન થઇ ગયું. કોઇપણ ક્ષેત્રમાં કોઇ અપ્રિય ઘટના કે હિંસા સર્જાઇ ન્હોતી. રાજ્યમાં મતદાન સંપૂર્ણરીતે શાંતિપૂર્વક થયું હતું. આ વખતે રાજસ્થાનનમાં રેકોર્ડબ્રેક 74.38 ટકા મતદાન થયું હતું.

200 સભ્યોવાળી વિધાનસભાના 199 બેઠકો માટે મતદાન સવારે 8 વાગ્યે શરૂ થયું હતું. એક બેઠક ચુરૂ વિધાનસભા ક્ષેત્રમાં બહુજન સમજાવાદી પાર્ટીના ઉમેદવારનું નિધન થઇ જવાના કારણે ચૂંટણી પ્રક્રિયાને મોકૂફ રખાઇ હતી. આ બેઠક માટે 13 ડિસેમ્બરના રોજ મતદાન થશે.

ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલ છેલ્લા બુલેટિન અનુસાર દિવસભર કુલ 74.38 ટકા મતદાન થયું. પંચ અનુસાર આજે લગભગ 2.5 કરોડ લોકોએ વોટિંગ કર્યું છે. રાજ્યમાં કુલ 4 કરોડ મતદાતાઓમાંથી 60 ટકા મતદાતાઓએ તો સાંજે 4 વાગ્યા સુધી જ વોટીંગ કરી દીધું હતું. જો ગઇ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો 2008માં 66 ટકા મતદાન થયુ હતું.

rajsthan poll
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી સૌથી વધારે મહત્વપૂર્ણ કોંગ્રેસ માટે છે, કારણ કે જો કોંગ્રેસના હાથમાંથી આ રાજ્ય ગયું તો લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે જે રીતે વસુંધરા રાજેએ પ્રચાર પ્રસાર કર્યું અને મોદીએ પણ એક પ્રકારે તેમના પ્રચારમાં પ્રાણ પૂર્યા છે. તેનાથી એવું લાગી રહ્યું છે કે અશોક ગેહલોતની સરકાર માત્ર આઠ દિવસની જ રહી ગઇ છે. જોકે તમામ ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમ મશીનમાં કેદ થઇ ગયું છે અને ઇવીએમ 8 ડિસેમ્બરના રોજ ખુલશે, જેનું લાઇવ અપડેટ આપ વનઇન્ડિયા પર જોઇ શકશો.

English summary
Rajasthan saw 74.38 per cent polling in the assembly elections by the end of the day on Sunday. One hundred and ninety-nine assemblies went to the polls while the election in Churu was postponed owing to the death of a BSP candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X