For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના પોલીસ અધિકારીએ રાહુલને ISIની માહિતી આપી : મોદી

|
Google Oneindia Gujarati News

ઉદયપુર, 27 ઓક્ટોબર : લોકસભા ચૂંટણી 2014માં ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું છે. રાજસ્થાનના ઉદેપુરમાં વિધાનસભા ચૂંટણીમાં પક્ષના પ્રચાર માટેની જાહેર સભામાં મોદીએ કહ્યું કે કોંગ્રેસના શહેઝાદા રાહુલ ગાંધીને પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈ મુઝફ્ફરનગરના રમખાણપીડિત મુસ્લિમ યુવાનોના સંપર્કમાં હોવા વિશેની જાણકારી આપનાર અધિકારી રાજસ્થાનનો પોલીસ અધિકારી હતો. આ અધિકારી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા માંગે છે.

મોદીએ કહ્યું કે એમને (રાહુલને) આઈએસઆઈની વાત કોણે કરી તે વિશે જાણકારી મેળવી છે. મને ખબર પડી છે કે રાજસ્થાનના એક પોલીસ અધિકારીએ તેમને આ જાણકારી આપી હતી. તે અધિકારી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા ઈચ્છે છે.

vasundhara-raje-narendra-modi

રાહુલે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના કોમી રમખાણોમાં ભોગ બનેલાઓને ત્રાસવાદી કૃત્યો માટે ભરતી કરવા તેમના સંપર્કમાં છે એવા કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ઈન્દોરમાં એક ચૂંટણી જાહેર સભામાં ગયા ગુરુવારે ઈન્ટેલિજન્સ બ્યૂરોના એક અધિકારીને ટાંકીને કર્યો હતો.

English summary
Rajasthan cop gave Rahul Gandhi ISI info : Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X