ગુર્જરોને મળેલા પાંચ ટકા કોટા પર હાઇકોર્ટે લગાવી રોક

રાજસ્થાન સરકારે ગયા વર્ષે જ પ્રદેશમાં ગુર્જરોને વિશેષ પછાત વર્ગ હેઠળ પાંચ ટકા આરક્ષણ આપવાની ઘોષણા કરી હતી. સરકારે આરક્ષણ આપવાની સાથે એમ પણ કહ્યું હતું કે તેનાથી અન્ય પછાત વર્ગના 21 ટકા કોટાના ભાગલા નહીં કરી શકાય. અશોક ગહલોતની સરકારે કેબિનેટ બેઠક દરમિયાન ઓબીસી કોટામાં કોઇપણ પ્રકારના છેડછાડ વગર ગુર્જરોને પાંચ ટકા વિશેષ આરક્ષણ આપવાની ઘોષણા કરી હતી, પરંતુ સરકારે આ મામલે કોર્ટમાં પડકાર મળ્યા બાદ તેના પર સંશય બનેલો હતો.
આજે હાઇકોર્ટે આ મામલે પર સુનાવણી કરતા કોર્ટે તેના પર રોક લગાવી છે. કોર્ટે આ નિર્ણય બાદ ગહલોત સરકારની મુશ્કેલીઓ વધારી છે. લાંબા સમય સુધી ગુર્જરોએ આંદોલન કર્યા બાદ રાજ્ય સરકારને આરક્ષણ આપવા માટે રાજી કરી લીધી હતી. તેવામાં કોર્ટના આ તાજા નિર્ણયે આરક્ષણ મુદ્દાને ફરીથી હવા આપવાની આશંકા પેદા કરી છે.












Click it and Unblock the Notifications
