For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોધપુરમાં બુરાંડી જેવો કાંડ, પરિવારના 12માંથી 11 સભ્યોના મળ્યા શબ, એક કેવી રીતે બચ્યો

રાજસ્થાનના જોધપુર જિલ્લાના ગામ લોડતામાં દિલ્લીના બુરાડી જેવો કાંડ થયો છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના જોધપુર જિલ્લાના ગામ લોડતામાં દિલ્લીના બુરાડી જેવો કાંડ થયો છે. અહીં પણ એક જ પરિવારના 12માંથી 11 સભ્ય પોતાના ઘરમાં મૃત મળી આવ્યા છે. પ્રારંભિક તપાસમાં કેસ સામુહિક સુસાઈડનો માનવામાં આવી રહ્યો છે. પરિવારમાં માત્ર એક વ્યક્તિ જીવતો બચ્યો છે. સોમવારે જોધપુરના મહાત્મા ગાંધી હોસ્પિટલમાં મૃતદેહોનુ મેડિકલ બોર્ડથી પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યુ છે. આ પરિવાર બુધારામ ભીલનો છે. 2015માં પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને ભારત આવી ગયો અને ભારત-પાકિસ્તાન બૉર્ડર વિસ્તારના જોધપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 140 કિલોમીટર દૂર શરણ લીધુ. આ પરિવાર જોધપુરમાં ખેતરોમાં કામ કરીને ગુજરાન કરી રહ્યો હતો. મૃતકોમાં ચાર મહિલાઓ, પાંચ નાના બાળકો અને બે પુરુષો શામેલ છે. રવિવારે સવારે એક જ રૂમમાં બધાના શબ મળ્યા છે.

ઝેરના ઈંજેક્શન લગાવીને લીધો જીવ

ઝેરના ઈંજેક્શન લગાવીને લીધો જીવ

પોલિસની પ્રારંભિક તપાસમાં સામે આવ્યુ છે કે બધા 11 લોકોના મોત ઝેરના ઈંજેક્શન આપીને થયા છે. જો કે વાસ્તવિક કારણોનો ખુલાસો પોસ્ટમોર્ટમ આવ્યા બાદ થઈ શકશે. દસ લોકોના હાથમાં અને એક દીકરી પ્રિયાના પગમાં ઈંજેક્શન લગાવવામાં આવ્યુ છે. મૃતકોમાં 1. પરિવારનુ મુખ્ય બુધારામ ભીલ(75 વર્ષ) 2. બુધારામની પત્ની અંતરા દેવી(70 વર્ષ) 3. પરિણીત દીકરી લક્ષ્મી(40 વર્ષ) 4. અપરિણીત દીકરી પ્રિયા(25 વર્ષ) 5. અપરિણીત દીકરી સુમન (22 વર્ષ) 6. દીકરો રવિ(22 વર્ષ) 7. દીકરા કેવલરામનો દીકરો દયાળ(12 વર્ષ) 8. કેવળરામનો દીકરો દાનિશ(10 વર્ષ) 9. કેવલરામની દીકરી દિયા(5 વર્ષ) 10. ચોથી દીકરી મલકાની દીકરી મુકદશ(17 વર્ષ) 11. ચોથી દીકરી મલકાનો દીકરો નૈન(12 વર્ષ.)

લક્ષ્મી અને પ્રિયાએ કર્યો હતો નર્સિંગનો કોર્સ

લક્ષ્મી અને પ્રિયાએ કર્યો હતો નર્સિંગનો કોર્સ

પોલિસ તેમજ એફએસએલ ટીમે ઘટના સ્થળે પુરાવા ભેગા કર્યા અને 11 શબને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધા. એક મહિલાના બે બાળકો પોતાની નાનીના ઘરે આવ્યા હતા. તેમના પણ મોત થઈ ગયા. વળી, પ્રિયા અને લક્ષ્મી બે સગી બહેનો છે જે પાકિસ્તાનથી નર્સિંગનો કોર્સ કરીને પરિવાર સાથે ભારત આવી હતી. અહીં પ્રેકટીસ કરી રહી હતી.

આ રીતે બચ્યો કેવલરામ

આ રીતે બચ્યો કેવલરામ

બુધારામના પરિવારમાં એકલો જીવતો બચેલા તેના 37 વર્ષીય કેવલરામે કહ્યુ કે શનિવારે સાંજે પરિવારના બધા લોકો સાથે જમ્યો અને સૂઈ ગયો હતો. તે રાતે લગભગ 11 વાગે નીલગાયને જોવા માટે ખેતરે ગયો અને ત્યાં જ સૂઈ ગયો. રવિવારે સવારે જ્યારે ઉઠીને ઘરે આવ્યો તો ઘરમાં બધા સભ્યો મૃત મળી આવ્યા. કેવલરામે પડોશમાં રહેતી પોતાની બહેન મલકાદેવીને જાણ કરી. જે બાદ બહેન, બનેવી અને ભત્રીજો તરત જ આવી ગયા. તેમણે ખેતરના માલિક ભિંયારામને ઘટના વિશે જણાવ્યુ. બાદમાં પોલિસ આવી. જોધપુર ગ્રામીણ એસપી રાહુલ બારહઠે જણાવ્યુ કે એક સાથે 11 લોકોના શબ મળતા તે અને જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા. એફએસએલ ટીમ અને ડૉગ સ્કવૉડને પણ બોલાવવામાં આવ્યા છે. હાલમાં શબોનુ મેડિકલ બોર્ડથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યુ છે. સમગ્ર કેસની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પ્રારંભિક તપાસમાં પારિવારિક કંકાશની વાત સામે આવી છે.

પીએમ મોદીએ અંદમાન નિકોબારને આપી ફાસ્ટર ઈન્ટરનેટની ભેટપીએમ મોદીએ અંદમાન નિકોબારને આપી ફાસ્ટર ઈન્ટરનેટની ભેટ

English summary
Rajasthan: Like Burari kand 11 Pak refugees committed suicide in Jodhpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X