રાજસ્થાન રાજનીતિ સંકટઃ HCના આદેશ પર રોક લગાવવાન સુપ્રીમનો ઇનકાર, કાલે ફરી સુનાવણી થશે

રાજસ્થાન રાજનીતિ સંકટઃ HCના આદેશ પર રોક લગાવવાન સુપ્રીમનો ઇનકાર, કાલે ફરી સુનાવણી થશે

નવી દિલ્હીઃ રાજસ્તઆન હાઇકોર્ટી પાયલટ જૂથના ધારાસભ્યોને મળેલી રાહત વિરુદ્ધ સ્પીકરની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ. સ્પીકર સીપી જોશી તરફથી વકીલ કપિલ સિબ્બલ અને સચિન પાયલટ તરફથી વકીલ હરીશ સાલ્વેએ દલીલો કરી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો. હવે શુ્રવારે આ મામલે સુનાવણી થશે. જણાવી દઇએ કે હાઇકોર્ટે પાયલટ જૂથના ધારાસભ્યની અરજી પર સુનાવણી કરતા 24 જુલાઇ સુધી સ્પીકરની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી, જે બાદ સ્પીકરે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જ્યારે મામલે સચિન પાયલટે પણ અરજી દાલ કરી કેસમાં કેન્દ્ર સરકારને પણ પાર્ટી બનાવવાની માંગ કરી.

ashok gehlot

સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું કે કોર્ટ નર્ણયનો સમય વધારવા માટે સ્પીકરને નિર્દેશ ના આપી શકે. જ્યાં સુધી સ્પીકર ધારાસભ્યોની સભ્યતાને લઇ અંતિમ ફેસલો ના લે ત્યાં સુધી કોર્ટનો હસ્તક્ષેપ મામલામાં ના થવો જોઇએ. સિબ્બલે કહ્યું કે પાર્ટીએ બેઠક માટે વ્હિપ જાહેર કર્યું હતું, પરંતુ પાયલટનું જૂથ આમા સામેલ નહોતું થયું. તેઓ સતત સરકારને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યા છે. જે બાદ ચીફ વ્હિપે સભ્યતા રદ્દ કરવા માટે સ્પીકરને એક અરજી આપી હતી. જેના પર સ્પીકર ફેસલો લેવાના હતા, પરંતુ હાઇકોર્ટે રોક લગાવી દીધી.

ધારાસભ્ય કયા આધારે અયોગ્ય?

સુનાવણી દરમિયાન જસ્ટિસ અરુણ મિશ્રાએ પૂછ્યું કે આખરે કયા આધાર પર સ્પીકર ધારાસભ્યને અયોગ્ય ગણાવનાર હતા. આના પર સિબ્બલે કહ્યું કે પાયલટ જૂથ સતત ગેહલોત સરકાર પાડવાનું ષડયંત્ર રચી રહ્યું છે. તેમનો ફોન પણ નથી લાગતો અને તેઓ પાર્ટી નેતાઓ સાથે વાત પણ નથી કરી રહ્યા. પાર્ટીએ તેમને ઇમેલ દ્વારા નોટિસ મોકલી. છતાં તેઓ નોટિસનો જવાબ આપવાને બદલે બહાના કાઢી રહ્યા છે. સિબ્બલની દલિલ પર જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે જો કોઇ ધારાસભ્ય પાર્ટીમાં ના આવે તો શું તેને અયોગ્ય માની લેવામાં આવશે.

અસંતોષનો અવાજ દબાવવો અયોગ્ય

જસ્ટિસ મિશ્રા મુજબ ધારાસભ્ય જનતાના પ્રતિનિધિ છે, લોકતંત્રમાં અસંતોષનો અવાજ આવી રીતે બંધ ના કરી શકાય. પાર્ટીમાં રહેતાં ધારાસભ્ય અયોગ્ય ના હોય શકે, જો આવું થયું તો આ એક ચલણ બની જશે અને કોઇ અવાજ નહિ ઉઠાવે. જસ્ટિસ મિશ્રાએ સિબ્બલને પૂછ્યું કે સ્પીકર કોર્ટમાં કેમ ના આવ્યા, તેઓ તો નિસ્પક્ષ હોય છે, જેના પર સિબ્બલે કહ્યું કે વાત માત્ર પાર્ટી મીટિંગની નથી, વાત અહીં પર સરકાર પાડવાની થઇ રહી છે. આ ઉપરાંત કોઇપણ ન્યાયિક પ્રાધઇકારી ધારાસભ્યોની અયોગ્યતા પર ફેસલો ના કરી શકે. આ અધિકાર માત્ર સ્પીકરનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X