For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટાચૂંટણી:રાજસ્થાનની 2, પ.બંગાળની 1 લોકસભા બેઠક માટે મતદાન શરૂ

સોમવારે અજમેર અને અલવરની લોકસભા બેઠકો અને મંડલગઢ વિધાનસભા બેઠક માટે મતદાન થયું હતું. તો પશ્ચિમ બંગાળની ઉલુબેરિયા લોકસભા બેઠક પર પણ ચૂંટણી થઇ રહી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

સોમવારે અજમેર અને અલવરની લોકસભા બેઠકો અને મંડલગઢ વિધાનસભા બેઠક માટે મતદાન થયું હતું. તો પશ્ચિમ બંગાળની ઉલુબેરિયા લોકસભા બેઠક પર પણ ચૂંટણી થઇ રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી અશ્વિની ભગતે કહ્યું કે, પહેલીવાર ઈવીએમ મશીનો પર ઉમેદવારોની તસવીર લગાવવામાં આવી છે. મતદાન અંગે મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્રણેય ચૂંટણી ક્ષેત્રમાં 3802168 મતદારો છે અને પેટાચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. અલવરમાં 11, અજમેરમાં 23 અને મંડલગઢમાં 8 ઉમેદવારો મેદાનમાં નસીબ અજમાવી રહ્યાં છે.

Election

આ ચૂંટણીમાં લોકસભા ચૂંટણીનું સેમિફાઇનલ માનવામાં આવી રહ્યું છે, કારણ કે રાજસ્થાનમાં કરણી સેનાના તોફાનને કારણે ભાજપના મતોને અસર થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, અલવર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ડૉ.કરણ સિંહ યાદવ અને ભાજપના ડૉ. જસવંત યાદવ સામ-સામે છે તો અજમેર લોકસભા બેટક પર કોંગ્રેસના ડૉ.રઘુ શર્મા અને ભાજપના રામસ્વરૂપ વચ્ચે હરીફાઇ છે. માંડલગઢ વિધાનસભા બેઠક પર ભાજપના શક્તિસિંહ અને કોંગ્રેસના વિવેક ધકડ વચ્ચે મોટી ટક્કર છે.

કડક સુરક્ષા બંદોબસ્ત

મતદાનને ધ્યાનમાં રાખતા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળની ઉલુબેરિયા લોકસભા અને નવપાડા વિધાનસભા બેઠક પેટાચૂંટણી માટે બંને બેઠકો પર સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કરની સંભાવના છે. આ પેટાચૂંટણીના પરિણામ 1લી ફેબ્રૂઆરીના રોજ જાહેર થશે. હાવડા જિલ્લાના ઉલુબેરિયા લોકસભા ક્ષેત્રના તૃણમુલ સાંસદ સુલ્તાન અહમદ અને નોર્થ 24 પરગના જિલ્લાના નવપાડા વિધાનસભાના કોંગ્રેસ ધારાસભ્ય મધુસુદન ઘોષના નિધનને કારણે આ બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી છે.

English summary
Voting for Alwar and Ajmer Lok Sabha seat by-poll and Mandalgarh assembly seat by-poll begins in Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X