મહિલા આયોગ અઘ્યક્ષએ રેપ પીડિતા સાથે ખેંચાવી સેલ્ફી....
રાજસ્થાનના અલવરમાં ગયા અઠવાડિયે જ એક ચોંકાવી નાખે તેવી ઘટના બની હતી. ખબર હતી એક પરિણીતા પર તેના જ સાસરી પક્ષવાળા તરફથી કરવામાં આવેલા અત્યાચાર વિશે. જ્યાં તેના પર બળાત્કાર કરતા તેના હાથ અને માથા પર લખી દેવામાં આવ્યું કે "મેરા બાપ ચોર હૈ".
જ્યાં એક તરફ પરિણીતા ન્યાયની રાહ જોઈ રહી છે. ત્યાં જ બીજી તરફ તેને મળવા પહોંચેલી રાજસ્થાન મહિલા આયોગની અઘ્યક્ષએ કંઈક એવું કર્યું જેનાથી એવું લાગવા લાગ્યું કે રેપ પીડિતા જાણે કોઈ શો પીસની વસ્તુ હોય.

રેપ પીડિતાનો હાલ ચાલ લેવા પોતાની આખી ટીમ સાથે આવેલી રાજસ્થાન મહિલા આયોગની અઘ્યક્ષ તેની સાથે સેલ્ફી લેતી જોવા મળી. તસવીરો જ્યારે વાયરલ થઈ ત્યારે તેમને નિવેદન આપ્યું કે રેપ પીડિતાને સામાન્ય કરાવવા માટે તેમને આવું કર્યું હતું.
જાણકારી મુજબ સેલ્ફી જયપુરના મહિલા પોલીસ ચોકીમાં લેવામાં આવી. સેલ્ફી લેવાવાળી રાજસ્થાન મહિલા આયોગની સદસ્ય સૌમ્યા ગુર્જર છે. જ્યારે સેલ્ફીમાં રાજસ્થાન મહિલા આયોગની અઘ્યક્ષ સુમન શર્મા હસી રહી છે.












Click it and Unblock the Notifications
