For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનીતિમાં આવવાનુ દબાણ ન કરો, મને તકલીફ થાય છેઃ રજનીકાંત

રજનીકાંતે પોતાના ફેન્સને અપીલ કરી છે કે તે આવુ ન કરે. ફેન્સનુ દબાણ વારંવાર મને પીડા આપી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ Rajinikanth request to fans: તમિલ અભિનેતા રજનીકાંતે ગયા મહિને રાજનીતિમાં ન આવવાનુ એલાન કરીને સૌને ચોંકાવી દીધા હતા. રજનીકાંત માટે તેમના ફેન્સ લાંબા સમયથી તેમના રાજનીતિમાં આવવાની આશા લગાવીને બેઠા હતા પરંતુ તેમણે સ્પષ્ટ રીતે એ કહી દીધુ કે તે રાજનીતિમાં એન્ટ્રી નહિ લે પરંતુ રજનીકાંતના ફેન્સ હજુ પણ તેમના પર રાજનીતિમાં આવવા માટે દબાણ કરી રહ્યા છે. આ અંગે હવે રજનીકાંતે પોતાના ફેન્સને અપીલ કરી છે કે તે આવુ ન કરે. રજનીકાંતે કહ્યુ કે ફેન્સનુ દબાણ વારંવાર મને પીડા આપી રહ્યુ છે. રજનીકાંતે રાજનીતિમાં નહિ આવવાના કારણ વિસ્તારથી જણાવ્યા છે.

rajni

રજનીકાંતે કહ્યુ છે કે વિરોધ પ્રદર્શન દરીને મારા પર રાજનીતિમાં આવવાનુ દબાણ ન કરો, આ રીતે મને તકલીફ થાય છે. રજનીકાંતે ટ્વિટ કરીને કહ્યુ કે, 'મે રાજનીતિમાં ન આવવા અંગે પોતાના કારણોને વિસ્તારથી બતાવી દીધા છે, આ રીતના વિરોધ પ્રદર્શન કરીને મને રાજનીતિમાં આવવા માટે ન કહો, મને તકલીફ થાય છે.' તબિયતનો હવાલો આપીને રાજનીતિમાં ન આવવાનો નિર્ણય કર્યો.

તમને જણાવી દઈએ કે 70 વર્ષીય રજનીકાંતના રાજનીતિમાં આવવાની માંગ માટે રવિવારે એક વિરોધ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યુ હતુ જેમાં તેમના ફેન્સે એ માંગ કરી હતી કે તેમણે રાજનીતિથી બહાર રહેવાનો જે નિર્ણય કર્યો છે, તેને પાછો લઈ લો. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ખરાબ તબિયતના કારણે રજનીકાંતને હૈદરાબાદની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જ તેમને 29 ડિસેમ્બરે કોરોના વાયરસ મહામારી અને પોતાની તબિયતની સ્થિતિે જોતા રાજમીતિમાં પ્રવેશ નહિ કરવાનુ એલાન કરી દીધુ.

ગુજરાતઃ બર્ડ ફ્લુના જોખમ વચ્ચે 100થી વધુ પક્ષીઓ મળ્યા મૃતગુજરાતઃ બર્ડ ફ્લુના જોખમ વચ્ચે 100થી વધુ પક્ષીઓ મળ્યા મૃત

English summary
Rajinikanth appeals to fans please don't force me to come in politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X