For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીવ ગાંધી હત્યાકાંડ: મહત્વના પુરાવા દબાવી દેવાયા હતા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rajiv-gandhi
નવી દિલ્હી, 30 ઑક્ટૉબર: રાજીવ ગાંધી હત્યાકાંડના મુખ્ય તપાસ અધિકારી કે. રાગોથામને આરોપ લગાવ્યો છે કે તે સમયે ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ રહી ચૂકેલા એમ.કે નારાયણે મહત્વપૂર્ણ પુરાવાઓને દબાવી દિધા હતા. રાગોથામનના જણાવ્યા અનુસાર તે એક વિડિયો ટેપ હતી, જેમાં માનવ બોંબ બનીને આવેલી ધનુને બોંબ વિસ્ફોટ પહેલાં જોઇ શકાય છે.

રાગોથામને એક પુસ્તક લખ્યું છે. પોતાના પુસ્તકમાં તે લખે છે કે આ ગુમ થયેલા વિડીયો અંગે તપાસ થઇ હતી પરંતુ સ્પેશિયલ ઇનવેસ્ટિગેશન ટીમના પ્રમુખ ડી.આર. કાર્તિકેયને એમ.કે નારાયણને છોડી દિધા. નારાયણ તે સમયે પશ્વિમ બંગાળના રાજ્યપાલ હતા.

તાજેતરમાં છપાયેલ પુસ્તકનું નામ છે 'કંસ્પિરેસી ટુ કિલ રાજીવ ગાંધી- ફ્રોમ સીબીઆઇ ફાઇલ્સ'. આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે તે વિડીયો ટેમને આઇબીએ જ હત્યાના એક દિવસ પહેલાં એક કેમેરામેન પાસેથી મેળવી હતી. પરંતુ રાજીવ ગાંધી હત્યાકાંડની તપાસ કરી રહેલી ટીમને ક્યારેય આ ટેપ આપવામાં આવી નથી. 21 મે 1991માં તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં એક આત્મઘાતી બોંબ વિસ્ફોટમાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

રાગોથામને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ' હત્યારાઓની ટુકડી લગભગ અઢી કલાક સુધી સુરક્ષિત વિસ્તારોમાં ફરતી રહી. તે લોકો તેમના ટાર્ગેટના આવવાની રાહ જોઇ રહ્યાં હતા'. પછી તમિલનાડુ પોલીસે દાવો કર્યો હતો કે રાજીવ ગાંધીની હત્યા બાદ ધનુ સુરક્ષિત વિસ્તારમાં ઘુસી ગઇ હતી. જો વિડીયો આપવામાં આવ્યો હોત તો પોલીસનો આ દાવો ખોટો પુરવાર સાબિત થાત.

જે ટેપ તમિલનાડુ પોલીસે મેળવી છે તેનો અંદાજ દૂરદર્શનના સમાચારોમાં બતાવતાં વિડીયો જેવો હતો. રાગોથામન કહે છે કે આઇબીના અધિકારીઓને મળેલી ટેપ અસલી હતી અને પોલીસને અલગ ટેપ આપવામાં આવી હતી.

રાગોથામનનો દાવો છે કે આ પુરાવાઓને દબાવવાનો હેતુ કોંગ્રેસને કોઇપણ રીતે શર્મિદગીથી બચાવવાનો હતો, કારણ કે 1991ની લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી. રાગોથામન પોતાના પુસ્તકમાં પૂછે છે કે 'નારાયણ રાજીવ ગાંધી પરિવારના ગમે તેટલા ખાસ રહ્યાં હોય, શું તે કોંગ્રેસ પાર્ટીના લક્ષ્યને નુકસાન પહોંચાડવાની હિંમત કરી શકતા હતા ?

રાગોથામન કહે છે કે નારાયણ પર પુરાવા સંતાડવાના આરોપમાં આઇપીસી કલમ 201 હેઠળ કેસ બને છે, પરંતુ શરૂઆતી તપાસ કરવા છતાં આ કેસને દબાવવામાં આવ્યો.

English summary
After 21 years of Rajiv Gandhi's assassination, a book, which has been published recently, ignited controversy over the former prime minister's death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X