For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકિલિક્સનો નવો ધડાકો : રાજીવ ગાંધી સ્વીડિશ કંપની માટે બન્યા ઉદ્યોગપતિ

|
Google Oneindia Gujarati News

rajiv-gandhi
નવી દિલ્હી, 8 એપ્રિલ : દુનિયાભરમાં ખલબલી મચાવનાર વિકિલિક્સે ફરી એક વાર ભારતના સંદર્ભમાં મોટો ધડાકો કર્યો છે. વિકિલિક્સે કરેલા માહિતી વિસ્ફોટને ટાંકીને ધ હિન્દુ સમાચાર પત્રએ પ્રકાશિત કર્યું છે કે રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન બન્યા તે પહેલા એક સ્વીડિશ કંપની સબ સ્કેનિયા સાથે સંકળાયેલા હતા. તેઓ કંપનીના સામાન્ય કર્મચારીની જેમ જ કામ કરતા હતા. આ કંપની ભારતને યુદ્ધ વિમાન વેચવા ઇચ્છતી હતી.

જો કે ભારત અને સ્વીડિશ કંપની વચ્ચે આ ડીલ ફાઇનલ થઇ શકી ન હતી. ત્યાર બાદ ભારતે બ્રિટિશ ફાઇટર પ્લેન જગુઆર ખરીદવાનો નિર્ણય લીધો હતો. તે સમયે રાજીવ ગાંધી ઇન્ડિયન એરલાઇન્સમાં પાયલટ હતા. વિકિલિક્સે આ સમાચાર કિસિંગર કેબલના હવાલાથી આપી છે.

આ કેબલને આજે રજૂ કરવામાં આવશે. વિકિલિક્સે 1974થી 1976ની વચ્ચેના 41 કેબલનો હવાલો આપ્યો છે. વિકિલિક્સના જણાવ્યા અનુસાર આ પ્રકારના સૌદાઓમાં ગાંધી પરિવારનું મહત્વ સ્વીડિશ કંપનીની સાથે ફ્રેન્ચ કંપનીએ પણ જાણી લીધું હતું અને તેનો જ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો.

આ ઘટસ્ફોટમાં કહેવામાં આવ્યું છે કે તે સમયે એરક્રાફ્ટ સોદા માટે ફ્રાન્સના મિરાજી તરફથી તત્કાલિન એર ચીફ માર્શલ ઓ પી મહેરાના જમાઇ મિડલમેનની ભૂમિકામાં હતા. જ્યારે રાજીવ ગાંધી સ્વીડિશ કંપની માટે કામ કરી રહ્યા હતા. આ સોદા દરમિયાન સ્વીડિશ રાજદૂત દ્વારા પોતાના દેશમાં લખવામાં આવેલા એક ગુપ્ત સંદેશામાં અનેકવાર રાજીવ ગાંધી અને તેમના કુટુંબના મહત્વ અંગે ચર્ચા કરી હતી.

વિકિલિક્સનો વધુ એક ખુલાસો જેડીયુ માટે મુશ્કેલી સર્જી શકે છે. ધ હિન્દુમાં પ્રકાશિત સમાચાર અનુસાર ઇમર્જન્સીના સમયમાં ઇન્દિરા ગાંધીની સરકારની વિરુધ્ધ બગાવત કરવામાં જોડાયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝ ડાયનામાઇટ વિસ્ફોટો માટે સીઆઇએ સુધીની મદદ લેવા માટે તૈયાર હતા. આ માટે તેમણે ફ્રાન્સના લેબર એટેચી સાથે પણ વાત કરી હતી.

English summary
Rajiv Gandhi became entrepreneur for Swidish company : Wikileaks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X