For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો પિત્ઝા અને આઇસક્રીમ ખાવા માટે શું-શું કરતા હતા રાજીવ ગાંધી?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની જયંતિ પર તમે પણ તેમને એકવાર જરૂર યાદ કર્યા હશે. જવા દો તેમના જીવનથી તો દરેક પરિચિત છે, જો કે અમે આજે ફરીથી તેમના જીવન સફર પર ચર્ચા કરીશું તો તમને કંટાળો આવવા લાગશે.

તમે આઇસક્રીમ તો જરૂર ખાતા હશે, ક્યારે-ક્યારેક પિત્ઝા પણ. આઇસક્રીમ ખાવા માટે બહાર નિકળી જતા હશો અને પિત્ઝા માટે ઝટ દઇને ઓનલાઇન ઓર્ડર!!! પરંતુ પૂર્વ વડાપ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી આ બંને વસ્તુઓ માટે શું કરતા હતા, શું તમે જાણવા માંગશો?

તો ચાલો અમે તમને લઇ જઇએ દિલ્હીના ઇન્ડિયા ગેટ પર જ્યાં આઇક્રીમની લારીઓ વર્ષોથી લાગતી આવે છે. બની શકે કે આઇસક્રીમ વેચવાવાળાને ખબર નહી હોય કે આજે રાજીવ ગાંધીની જયંતિ છે. હા, તેમાંથી કેટલાકને યાદ છે કે તે જ્યાં સુધી વડાપ્રધાન બન્યા ન હતા, ત્યાં સુધી સતત તે ઇન્ડિયા ગેટ પર પત્ની સોનિયા ગાંધી અને બાળકોની સાથે રાતના સમયે આઇસક્રીમ ખાવા માટે આવતા હતા.

તસવીરોની સાથે વાંચો રાજીવ ગાંધીના જીવન સાથે જોડાયેલી કેટલીક અણસાંભળેલી વાતો જે તમે કદાચ જાણતા નહી હોય.

વેનીલા ફ્લેવર હતો રાજીવ ગાંધીનો ફેવરિટ

વેનીલા ફ્લેવર હતો રાજીવ ગાંધીનો ફેવરિટ

રામ લુભાયા લાંબા સમયથી ઇન્ડિયા ગેટ પર આઇસક્રીમ વેચી રહ્યાં છે. તે જણાવે છે કે રાજીવ ગાંધી સતત તેમની પાસે આઇસક્રીમની મજા માણવા માટે આવતા હતા. પોતાની ફેવરિટ કારમાં. પત્ની અને બાળકો કારમાં જ બેસી રહેતાં અને તે તેમની પાસેથી આઇસક્રીમ ખરીદતાં હત. રામને એ પણ યાદ છે કે રાજીવ ગાંધીને વેનિલા ફ્લેવર આઇસક્રીમ ખાસકરીને પસંદ હતી.

ઇટાલિયન ડિશ પિત્ઝા હતો રાજવીનો ફેવરિટ

ઇટાલિયન ડિશ પિત્ઝા હતો રાજવીનો ફેવરિટ

વરિષ્ઠ લેખક અને પત્રકાર શાહિદ સિદ્દિકીને યાદ છે 1981ની તે ઘટના જ્યારે રાજધાનીની ચાણક્ય સિનેમા પાસે નરોલા રેસ્ટોરન્ટ ખુલી હતી. તે ત્યાં લાઇનમાં ઉભા રહીને પિત્ઝા ખરીદતા હતા જાણે કોઇ સામાન્ય વ્યક્તિ હોય. રેસ્ટોરન્ટમાં તેમની સાથે સોનિયા અને તેમના મિત્ર અરૂણ સિંહ અને તેમની પત્ની પણ હતા. નઇ દુનિયા સમાચારના એડિટર શાહિદ સિદ્દિકીએ એ પણ જણાવ્યું હતું કે તે એકદમ સાદાઇથી જીવન ગુજારવાનું પસંદ કરતા હતા. તે ક્યારેય એ દર્શાવતા ન હત કે તે કયા પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

 રાજીવ ગાંધીની ભાષા

રાજીવ ગાંધીની ભાષા

રાજીવ ગાંધી ઘરમાં હિન્દુસ્તાની બોલતા હતા. તેમની ભાષામાં ઉર્દૂનો ટચ રહેતો હતો.

 રાજકારણમાં આવતાં પહેલાં ન લીધી સુરક્ષા

રાજકારણમાં આવતાં પહેલાં ન લીધી સુરક્ષા

રાજીવ ગાંધી રાજકારણમાં પોલીસ સુરક્ષા વિના રાજધાનીમાં ફરતા હતા.

પીએમ હાઉસ છોડવા માંગતા હતા

પીએમ હાઉસ છોડવા માંગતા હતા

તે ઇન્દિરા ગાંધીના પીએમ કાળના અંતિમ દિવસોમાં પીએમ હાઉસ છોડવા માંગતા હતા કારણ કે ત્યાં રોજ હજારો લોકો આવતા હતા. તેનાથી તેમને ખૂબ મુશ્કેલી થતી હતી.

પાયલોટ બનતાં પહેલાં કમાતા હતા 2 હજાર રૂપિયા

પાયલોટ બનતાં પહેલાં કમાતા હતા 2 હજાર રૂપિયા

રાજીવ ગાંધી ઇન્ડિયન એરલાઇન્સમાં પાયલોટ બનતાં પહેલાં માત્ર 2000 રૂપિયાની નોકરી કરતા હતા. તેમની કંપનીને ખબર ન હતી કે તે વડાપ્રધાનમંત્રીના પુત્ર છે.

રાજકારણમાં જવા માંગતા ન હતા

રાજકારણમાં જવા માંગતા ન હતા

સંજય ગાંધીના મોત પહેલાં સુધી રાજીવ ગાંધી રાજકારણમાં પગ મુકવા માંગતા ન હતા.

English summary
On the occasion of the Birth Aniversary of former Prime Minister Rajiv Gandhi lets talk about some rarely known facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X