• search

Congratulation: મોદી પર થયો શુભેચ્છાઓનો વરસાદ, જાણો કોણે શું કહ્યું

By Kumar Dushyant

નવી દિલ્હી, 16 મે: લોકસભા ચૂંટણી 2014ના ટ્રેંડની જાહેરાત બાદ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથે નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. ટ્રેંડમાં ભાજપ મોટી જીત તરફ અગ્રેસર છે. ભાજપ પોતાના દમ પર 272નો આંકડો પાર કરી શકે છે.

લોકસભા ચૂંટણીમાં સરળ જીતથી ઉત્સાહિત ભાજપ કાર્યકર્તામાં જોરદાર ઉત્સાહ છે. નવી દિલ્હી ભાજપ કાર્યાલય પર ભારે સંખ્યામાં કાર્યકર્તા જોડાયેલા છે. કાર્યકર્તા જીતનો જશ્ન મનાવવા માટે મીઠાઇઓ તથા ફટાકડા સાથે તૈયાર છે.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં નથી, નરેન્દ્ર મોદી શનિવારે રાજધાની પહોંચશે. ચૂંટણી પરિણામો પર અપડેટ જાણકારી માટે કાર્યાલય પર મોટા ટેલિવિઝન લગાવવામાં આવ્યા છે.

કેશુબાપાએ પાઠવી શુભેચ્છા

કેશુબાપાએ પાઠવી શુભેચ્છા

કેશુભાઇ પટેલે એનડીએ ગઠબંધનના ટ્રેંડમાં મળી રહેલી જીત પર ખુશી વ્યક્ત કરી છે. અને નરેન્દ્ર મોદીને ફોન કરી શુભેચ્છા પાઠવી હતી.

મારા પુત્રને વિકાસ માટે આર્શિવાદ: મોદીની માતા

મારા પુત્રને વિકાસ માટે આર્શિવાદ: મોદીની માતા

ગાંધીનગર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની માતા હીરાબાએ એનડીએ ગઠબંધનના ટ્રેંડમાં મળી રહેલી જીત પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે શુક્રવારે કહ્યું હતું કે મેં પહેલાં પણ કહ્યું હતું કે મારો પુત્ર એક દિવસ દેશનો વડાપ્રધાન જરૂર બનશે. 90 વર્ષીય હીરાબેને કહ્યું કે મારો પુત્ર નરેન્દ્ર મોદીને મારા આર્શિવાદ વિકાસ માટે છે. મને આશા છે કે નરેન્દ્ર મોદી આખા દેશનો વિકાસ કરવામાં સમક્ષ રહેશે.

દેશની જનતાને મોદીને પ્રેમ કરે છે: રવિશંકર પ્રસાદ

દેશની જનતાને મોદીને પ્રેમ કરે છે: રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે પાર્ટીને લોકસભામાં પૂર્ણ બહૂમત મળી જશે. ભાજપના નેત રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે અમે સાર્થક, સ્પષ્ટ બહુમત પ્રાપ્ત કરીશું. દેશભરમાં લોકસભા સીટો માટે મતગણના શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે પરિણામથી લાગે છે કે દેશની જનતાને નરેન્દ્ર મોદી સાથે પ્રેમ છે.

વડાપ્રધાન મનમોહન સિંહે મોદીને પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન મનમોહન સિંહે મોદીને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી: વડાપ્રધાન મનમોહન સિંહે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત પર શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી છે. મનમોહન સિંહે આવતીકાલે પોતાના પદેથી રાજીનામું આપશે. ગત દસ વર્ષોથી તે વડાપ્રધાન હતા.

આપ નેતા યોગેન્દ્ર યાદવે મોદીને પાઠવી શુભેચ્છા

આપ નેતા યોગેન્દ્ર યાદવે મોદીને પાઠવી શુભેચ્છા

આમ આદમી પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવે ભારતીય જનતા પાર્ટીને જીત બદલ શુભેચ્છા પાઠવી છે. યોગેન્દ્ર યાદવે સંવાદદાતાઓને કહ્યું કે હું નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું, કારણ કે જનતાએ તેમનામાં વિશ્વાસ મુક્યો છે. તેમણે કહ્યું હતું કે આપ નેતા અરવિંદ કેજરીવાલની વારાણસી અને કુમાર વિશ્વાસની અમેઠીથી હાર પર નિરાશા વ્યક્ત કરી હતી. યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે આ અમારી પ્રથમ ચૂંટણી હતી. એટલા માટે અમે જીતી ન શક્યા. અમને દેશમાં એક કરોડથી વધુ મત મળ્યા છે, અને અમે અમારી હાજરી નોંધાવી છે.

આશા છે કે મોદી દેશ અને દિલ નહી તોડે: બુખારી

આશા છે કે મોદી દેશ અને દિલ નહી તોડે: બુખારી

નવી દિલ્હી: જે પ્રકારે ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે તે મુજબ ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. જેથી દિલ્હીના શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સલાહ આપી છે કે દેશની જનતા એક મોટા પક્ષને પસંદ કરી મોકલી રહી છે, પરંતુ પરિસ્થિતીને ધ્યાનમાં રખતાં બસ એટલું જ કહેવા માંગું છું કે ''નવી સરકારને એ નક્કી કરવાનું છે કે શું પોતાના એજન્ડા પર ચાલશે કે પછી સંવિધાનની સાથે. જો આ પોતાના એજન્ડા સાથે ચાલે છે તો આ દેશને ખતરો રહેશે.

અનુપમ ખેર

અનુપમ ખેર

આજે મોદીજીની જીત તો છે જ, આજે દેશની પણ જીત છે. અચ્છે દિન આ ગયે. જય હો!!!

મધુર ભંડારકર

મધુર ભંડારકર

હું ભાજપને ભારે જીત માટે શુભેચ્છા પાઠવું છું. આનાથી એવું લાગે છે કે દરેક ભારતીય ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને.

રવીના ટંડન

રવીના ટંડન

અચ્છે દિન આ ગયે હૈ

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

હું ટીવી પર ચૂંટણીના પરિણામો જોઇ રહી છું, દિલ ગાંડાની માફક ધબકી રહ્યું છે. દરેક ભારતીયએ કહ્યું, હું ખુશ છું કે આ સ્થિર અને ઠોસ સરકાર હશે.

સુભાષ ઘાઇ

સુભાષ ઘાઇ

આજે હું મારા દેશના લોકોના ભારે મતદાન પર ગર્વ શકું છું. હવે અમે મોદીની સાથે દેશ પર ગર્વ કરવા ઇચ્છીએ છીએ. આશા છે કે ભાજપ સર્વશ્રેષ્ઠ કરશે.

કરણ જોહર

કરણ જોહર

ભાજપ...વર્ષની પ્રથમ મેજર બ્લોકબસ્ટર! શાનદાર શરૂઆત અને પડવાના કોઇ સંકેત નહી!!!

રજનીકાંતે

રજનીકાંતે

સાઉથના સ્ટાર રજનીકાંતે નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી.

આશા ભોંસલે

આશા ભોંસલે

ભાજપને શુભેચ્છા અને આપણા આગામી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાર્દિક શુભેચ્છાઓ. જય હિંદ.

હેમા માલિની

હેમા માલિની

મોદીની લહેર વાસ્તવમાં છે. ભાજપને ભારે બહુમત મળી રહ્યો છે.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

તો અમે આજે મોદી-ફાઇડનું સમર્થન કરીએ છે. દેશને ઇંતઝાર છે.

હંસલ મહેતા

હંસલ મહેતા

ફેંસલો અયોગ્ય કોંગ્રેસ વિરૂદ્ધ છે, ના કે સાંપ્રદાયિક ભાજપના.

સોહા અલી ખાન

સોહા અલી ખાન

કીચડ ઉછાળનાર અને નારેબાજીના મહિના ખતમ થવાની રાહ છે.

વિવેક ઓબેરોય

વિવેક ઓબેરોય

એક નવા યુગનો પ્રારંભ.

અમૃતા પુરી

અમૃતા પુરી

કોંગ્રેસ હવે આગળ ભારત તમારું વસવાટ રહેવાનું નથી.

અભિષેક કપૂર

અભિષેક કપૂર

હકદારીનું રાજકારણ ખતમ થયું. ભારતમાતાની જય.

પુનીત મલ્હોત્રા

પુનીત મલ્હોત્રા

દેશે પોતાની પસંદગી કરી લીધી છે.

સોફા ચૌધરી

સોફા ચૌધરી

લોકોએ જણાવી દિધું છે. ભારત પરિવર્તન ઇચ્છે છે અને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરે છે.

વિશાલ દદલાણી

વિશાલ દદલાણી

તો સ્પષ્ટ છે કે મોદી ભારતનો અવાજ છે. એક સુશાસનની આશા છે, જે દેશની સેવા કરે.

રણવીર શૌરી

રણવીર શૌરી

શાનદાર જીત પર નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ. ''સારા દિવસો''ની રાહ છે.

ખાલિદા જિયાએ ભારે જીત પર મોદીને પાઠવી શુભેચ્છા

ખાલિદા જિયાએ ભારે જીત પર મોદીને પાઠવી શુભેચ્છા

બાંગ્લાદેશના નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ની પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન મંત્રી ખાલિદા જિયાએ ભારતની લોકસભા ચૂંટણીમાં ભાજપને ભારે જીત અપાવવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ આજે શુભેચ્છા પાઠવી હતી.

English summary
According to reports, BJP stalwart Advani reportedly congratulated Modi over the phone on the party’s splendid performance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more