રાજનાથે લખનઉથી દાખલ કર્યું ઉમેદવારી પત્ર

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

લખનઉ, 5 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે શનિવારે લખનઉ લોકસભા સીટ માટે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. રાજનાથે બપોરે 11 વાગે જિલાધિકારી જિલ્લા ચૂંટણી અધિકારી રાજશેખરની સમક્ષ ઉમેદવારી પત્રના ચાર સેટ દાખલ કર્યા હતા. તેમના નામનો પ્રસ્તાવ કરનાર લખનઉથી હાલના સાંસદ લાલજી ટંડન, બે વાર લખનઉથી મેયર રહેલા ડૉક્ટર એસ.સી.રાય, હાલના મેયર ડૉક્ટર દિનેશ શર્મા અને હાઇકોર્ટના વરિષ્ઠ અધિવક્તા એલ.પી. મિશ્ર રહ્યાં.

એસ.સી.રાય અને લાલજી ટંડન અટલ બિહારી વાજપાઇએ પણ પ્રસ્તાવક રહી ચૂક્યાં છે. આ પહેલાં રાજનાથે પોતાના ઘરે પૂજા કર્યા બાદ ભાજપ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા, જ્યાં તેમણે હવનમાં ભાગ લીધો અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા.

rajnath-221.jpg

રાજનાથે પોતાના સંક્ષિપ્ત ભાષણમાં કહ્યું હતું કે આખા દેશમાં ભાજપની લહેર ચાલી રહી છે. બધા કાર્યકર્તા રાજનાથ બનીને કામ કરે. સંયમ જાળવે. આપણે સરકાર બનાવીશું. બધી જાતિ ધર્મના લોકોના ઘરે જઇને વિનમ્રતાપૂર્વક તેમનો સહયોગ અને સમર્થન માંગે.

English summary
Bharatiya Janata Party president Rajnath Singh on Saturday filed his nomination papers from the prestigious Lucknow Lok Sabha seat in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X